ગુજરાત
News of Monday, 16th December 2019

સુરતમાં દાઉદી વ્હોરા સમાજની સમુહશાદીમાં હાજરી આપતા વિજયભાઈ

દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂના જન્મદિવસની શુભકામના આપી

બાવનમાં દાઈ અલ હૈયુલ મુકદ્દસ ડો.સૈયેદના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ (રી.અ.)ના ૧૦૯મી મીલાદ મુબારક : ત્રેપનમાં દાઈ ડો.સૈયેદના આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)ના ૭૬મી મીલાદ મુબારક

રાજકોટઃ દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હિઝહોલીનેશ ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ના સુરત ખાતે જન્મદિવસની મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શુભેચ્છા પાઠવી હતી. દાઉદી વ્હોરા સમાજ દ્વારા સુરત ખાતે મિલાદ મુબારક પ્રસંગે સમુહશાદીનું આયોજન થયેલ હતું. જેમાં ૧૮૫ નવ દંપતિ જોડાયેલ હતા.

આ પ્રસંગે સમુહ શાદીમાં રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સુરત ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને ડો.સૈયદના સાહેબ આલીકદર મુફદ્દીલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)ને મિલાદ મુબારક જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. મુખ્યમંત્રી શ્રી રૂપાણીના કાર્યક્રમમાં ફેરફાર થતાં તેઓ સમુહશાદીમાં હાજર રહી નવદંપતીને શુભેચ્છા પાઠવી હતી. તેમ યુસુફભાઈ જોહરકાર્ડસવાળાની યાદી જણાવે છે.

(3:42 pm IST)