ગુજરાત
News of Monday, 16th December 2019

અમદાવાદના શહેર કોટડામાં યુવકની હત્યા : તીક્ષ્‍ણ હથીયારથી હત્યા કરી આરોપી ફરાર

મોડીરાત્રે તાપણું કરતા ટપારતા આરોપીએ ઉશ્કેરાઈને પેટમાં છૂરી હુલાવી દીધી

અમદાવાદના શહેર કોટડામાં યુવકની હત્યા થઇ છે, જયેશ સોલંકી નામના યુવકની નજીવી બાબતે બોલાચાલી થતા હત્યા કરી નાખવામાં આવી છે. આરોપી તીક્ષ્‍ણ હથીયાર વડે હત્યા કરીને ફરાર થઇ ગયો છે. પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

  શહેરની ત્રિકમલાલની ચાલીના નાકા પાસે વહેલી સવારે ત્રણ વાગ્યે જયેશ પ્રવીણ સોલંકી (ઉ.વ. 28)ની હત્યા કરવામાં આવી છે. આ મામલે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

  હત્યાનો આરોપી સોહમ ઉર્ફે રાજા મહેશ સોલંકી(ઉ.વ.21) સામે પોલીસ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ ફરિયાદ મુજબ 14 ડિસેમ્બરની મોડી રાત્રે જયેશ સોલંકી તેના સાઢુભાઈ ઉર્વલ વાણીયા સાથે મોટરસાઈકલ લઈ ફરવા નીકળ્યો હતો જે દરમિયાન રાતે 3 વાગ્યે સોહમ ઉર્ફે રાજા(રહે. ત્રિકમલાલની ચાલી, સરસપુર) તથા બીજા લોકો તાપણું કરી બેઠેલા હતા. મોડી રાતે આમ તાપણું કરીને બેઠેલા યુવાનોને જયેશે ટકોર્યા હતા અને કહ્યુ હતુ કે ઘરભેગા થાઓ. બસ આવડી અમથી વાતે ઝઘડાનું સ્વરૂપ લઈ લીધુ.હતું

સોહમે જયેશને પડકારીને વોરાના રોઝા પાસે બોલાવી પતાવી દીધો હતો. પેટમાં છુરી હુલાવી દેતા જયેશને શારદાબેન લઈ જવાયો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

(10:28 pm IST)