ગુજરાત
News of Monday, 16th December 2019

કચ્છના રણોત્સવને ખુલ્લો મુકતા ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુ અને વિજયભાઈ

 (ભુજ) ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયાજીએ બરફની ચાદર જેવા કુદરતી સૌંદર્યથી સભર સફેદ મીઠાથી આચ્છાદિત સફેદરણમાં કેમલ સફારી દ્વારા  સૂર્યાસ્તનો અદ્દભુત નઝારો માણ્યો હતો. ઉપરાષ્ટ્રપતિ વૈકૈયાજીએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કલાકારોને બિરદાવ્યા હતા. સાથે સાથે તેમણે જણાવ્યું હતું કે, જે તે પ્રદેશની આગવી ખાસિયત સમી પ્રાદેશિકતાની ઓળખ સાંસ્કૃતિક કાર્યક્રમો થકી જાણી શકાય છે. વિવિધતામાં એકતા એ ભારતની ઓળખ છે અને દરેક પ્રદેશની કલા અને સંસ્કૃતિ થકી આપણી ગૌરવશાળી ભારતીય પરંપરા ઉજાગર થાય છે.  ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુએ કચ્છની પ્રખ્યાત દાબેલી સાથે કચ્છી કાઠિયાવાડી ભોજનનો સ્વાદ માણ્યો હતો. તેમની સાથે આ પ્રવાસ દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી સાંસદ વિનોદ ચાવડા પ્રવાસન મંત્રી જવાહર ચાવડા રહયા હતા.

(9:40 pm IST)