ભાજપ પ્રદેશ કાર્યાલયે કોર ગ્રુપની બેઠક : સંગઠનાત્મક કાર્યક્રમો પણ ચર્ચા : આગામી રણનીતિ ઘડવા મનોમંથન
પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિતના પ્રદેશના નેતાઓ સાથે બેઠક ઉપસ્થિત
ગાંધીનગર :આગામી ચૂંટણીની તૈયારીના ભાગ રૂપે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ત્યારે ભાજપની કોર ગ્રુપની બેઠક શરૂ થઈ છે. જેમાં પાંચ રાજ્યોના પરિણામની ગુજરાતમાં થનારી અસર પર ચર્ચા થશે. કમલમ ખાતે પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિતના પ્રદેશના નેતાઓ સાથે બેઠક આયોજિત થઈ રહી છે. જેમાં આગામી દિવસોમાં સંગઠનાત્મક કાર્યક્રમો પર પણ ચર્ચા થશે.
આ સિવાય રાજ્ય-કેન્દ્ર સરકારની યોજના જન-જન સુધી પહોંચે તે માટે આગામી કાર્યક્રમો ઘડવામાં આવશે. આ ઉપરાંત ભાજપે જે ત્રણ રાજ્યો ગુમાવ્યા છે. તેની ગુજરાત પર શુ અસર થશે. તેનાથી ગુજરાત સરકાર સામે કયા પડકારો ઉભા છે. તે અંગ પણ નેતાઓ બેઠકમાં મંથન કરશે. આ બેટકમાં જિલ્લા પ્રભારી, લોકસભાના ઈન્ચાર્જ, જિલ્લા મહામંત્રી ઉપસ્થિત રહેશે