ગુજરાત
News of Saturday, 16th November 2019

આણંદના ભેટાસી-વાસદ રોડ નજીક રાત્રીના સુમારે બે બાઈક સામસામે અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો: બે એ ઘટનાસ્થળેજ દમ તોડ્યો: બે ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આણંદ: જિલ્લાના ભેટાસી-વાસદ રોડ ઉપર લીંબીયાવાળા વળાંક નજીક ગઈકાલ રાત્રિના સુમારે બે મોટરસાયકલ સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા. જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા તેઓને સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે આંકલાવ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ જિલ્લાના ભેટાસી બા ખાતે રહેતા અજીતભાઈ જગદીશભાઈ પરમાર ગઈકાલ રાત્રિના સુમારે પોતાની મોટરસાયકલ લઈને વાસદથી ભેટાસી તરફ આવી રહ્યા હતા. 

દરમ્યાન રાત્રિના લગભગ ૧૧:૦૦ કલાકની આસપાસના સુમારે ભેટાસી-વાસદ માર્ગ ઉપર આવેલ લીંબીયાવાળા વળાંક નજીકથી તેઓની મોટરસાયકલ પસાર થઈ રહી હતી ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવી ચઢેલ અન્ય એક મોટરસાયકલના ચાલકે પોતાનું મોટરસાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી અજીતભાઈના મોટરસાયકલ સાથે ધડાકાભેર અથડાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

(5:57 pm IST)