ગુજરાત
News of Saturday, 16th November 2019

સુરતના ભેસ્તાનમાં ઘરમાં ગેસ સિલિંડર લીકેજ થવાના કારણોસર આગ ભભૂકતા અફડાતફડી: બે દીવાલ ધડાકાભેર તૂટી પડી

સુરત: શહેરના ભેસ્તાનમાં એક ઘરમાં આજે સાંજે ગેસ લીકેજથી આગ ફાટી નીકળ્યા બાદ ગેસ સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટતા ઘરની દિવાલમાં બાકોરૃ પડી ગયુ હતું અને એ સાથે બાજુના મકાનની દિવાલ પણ તુટી ગઇ હતી.આ બનાવમાં કોઇ ઇજા જાનહાની થઇ ન હતી.

ફાયરબ્રિગેડના સુત્રો પાસેથી મળેલી વિગત મુજબ પાંડેસરામાં ભેસ્તાનમાં વૃંદાવન ટાઉનશીપ પાસે વંદના સોસાયટીમાં ભાડે રહતા ૨૯ વર્ષીય કિશોરભાઇ પાટીલના ઘરમાં આજે સાંજે  સિલિન્ડર માંથી ગેસ લીકેજ થતા આગ ભભુકી ઉઠી હતી.તેથી તે તરત ઘરમાંથી બહાર નીકળી ગયા હતા અને બુમો પાડી હતી.જેના લીધે આજુ બાજુમાં રહેતા લોકો પણ પોતાના ઘરમાથી બહાર દોડી આવ્યા હતા.જોત જોતામાં આગ ફેલાતા ગેસ સિલિન્ડર પ્રંચડ ધડાકા સાથે ફાટતા અફરા તફરી મચી ગઇ હતી.ગેસ સિલિન્ડર ફાટવાના લીધે તેમના મકાની દિવાલને કાંણુ પડીને બાજુના મકાનની દિવાલમાં પણ કાંણુ પડયુ હતુ આ ઉપરાંત બાજુના ઘરમાં ધુમાડો પણ ફેલાઇ ગયો હતો.આ અંગે ફાયરઓફિસર હિતેશભાઇ  પાટીલને જાણ થતા ફાયરજવાનો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. અને  અડધો કલાકમાં આગ પર કાબુ મેળવી લેતા બાજુનું મકાન બચી ગયુ હતુ.આગના લીધે મકાનમાં ફનીર્ચર,વાયરીંગ,ઘરવખરી સહિતની ચીજવસ્તુઓને નુકશાન થયુ હતુ.જયારે આ બનાવનાં કોઇ ઇજા જાનહાની થઇ નહી હોવાનું ફાયર સુત્રોએ જણાવ્યુ હતુ.  ઘરમાં પાટીલ પરિવારનો સભ્યો ચ્હા બનાવતા હતા તે વખતે અચાનક આગ લાગીહોવાનીશકયતા ફાયરબ્રિગેડે વ્યક્ત કરી હતી.   

(5:41 pm IST)