ગુજરાત
News of Friday, 16th November 2018

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમા ધરોઈ ડેમની ઘટતી જળસપાટી :ખેડૂતોને પિયતના પાણી માટે મુશ્કેલી સર્જાશે

 

અમદાવાદ :ચાલુ વર્ષે વરસાદ નહિવત્ થવાથી ઉત્તર ગુજરાતની જીવાદોરી ધરોઈ ડેમમાં પાણીની કુલ સપાટી 30ટકા રહી છે. જેથી આગામી સીઝનમાં પીવાના પાણીની તકલીફ નહીં સર્જાય પરંતુ જે પિયત માટે પાણી કાપ આવશે તેવું લાગી રહ્યું છે રવિ પાકમાં પણ પિયતમાં બે પાણી આપવાનું નક્કી કરતા ખેડૂતોની હાલત ભવિષ્યમાં વધુ ખરાબ થશે. તેવા એંધાણ છે. તાજેતરમાં ચોમાસુ સીઝન ખેડૂતો માટે માઠી ગઈ છે સુકારાના રોગ અને ઉધઈના કારણે ખેડૂતનો માલ ખવાઈ ગયો હતો. અને પૂરતા ભાવ મળતા ચાલુ વર્ષે ખેડૂતો દેવાના ડુંગર નીચે આવ્યા છે.બીજી તરફ હાલમાં ગરમી નહિવત્ હોવાથી બાષ્પી ભવનમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે આગામી ઉનાળા દરમિયાન પાણીની અછત નહીં સર્જાય તેવું ધરોઈ ડેમના અધિકારીએ જણાવ્યું હતું.

(12:42 am IST)