ગુજરાત
News of Friday, 16th November 2018

અમદાવાદના કાંકરિયા લેકફ્રન્ટને દિવાળી ફળી :મનપાને 77 લાખની આવક

અમદાવાદ ;શહેરની શાન એવા કાંકરિયા લેકફ્ન્ટમાં દરરોજ હજારો સહેલાણીઓ મુલાકાત લઈ રહ્યાં છે. દિવાળીથી લાભપાંચમ સુધીના દિવસોમાં કાંકરિયામાં આવેલા મુલાકાતીઓથી કોર્પોરેશનને 77 લાખ જેટલી આવક થઈ છે.

  અમદાવાદને હેરીટેજ સિટી જાહેર કર્યા બાદ અનેક સહેલાણીઓ શહેરની મુલાકાત લઇ રહ્યાં છે. ખાસ કરીને દિવાળી અને ઉનાળાના વેકેશનમાં મોટી સંખ્યામા લોકો અમદાવાદની મુલાકાતે આવતા હોય છે. તો બહારથી આવતા સહેલાણીઓ કાંકરિયા લેકફ્રન્ટની મુલાકાત અચૂક લેતા હોય છે.

(12:06 am IST)