ગુજરાત
News of Friday, 16th November 2018

માતર પોલીસે બાતમીના આધારે જુગારધામ પર દરોડા પાડ્યા: સાત શખ્સોની ધરપકડ

માતર: તાલુકાના એક ગામ માં જુગાર રમાતા હોવાની બાતમી ખેડા એલ.સી.બીને મળી હતી.બાતમીના આધારે રેડ કરતા સાત ઇસમોને એલ.સી.બી ખેડાએ ઝડપી પાડયો હતો.

માતર પોલીસ સ્ટેશનના હદમાં આવેલ આંતરોલી ગામમાં જુગાર રમતા હોય તેવી બાતમી મળી હતી.આ બાતમીના આધારે એલ.સી.બી ખેડાએ આંતરોલી  ગામની વાવવાળી સીમ નહેર પાસેના વિસ્તારમાં માં  રેડ પાડતા સાત આરોપીઓને ઝડપી પાડયા હતા.બાતમીના આધારે સંધાણાનો મહમંદહુશેન ઉર્ફે કાળુ નુરમહમંદ પરમાર પોતાના અંગત ફાયદા શારૂ કેટલાક ઇસમોને બહારથી બોલાવી પત્તા-પાના પૈસાથી હાર જીતનો રમી રમાજતો હતો.

જે આધારે અલ.સી.બીએ રેડ પાડી મહંદહુશેન ઉર્ફે કાળુ નુરમહમંદ પરમાર રહે સંધાણા,ઐયુબખાન ઉર્ફે ડુટી ગુલામખાન પઠાણ રહે,નડિયાદ સકરકુઇ બોમ્બે રેસ્ટોરંટના ખાંચામાં, સચીન પ્રવિણભાઇ પ્રજાપતિ રહે,૨૮ વિશ્વનગર ફલેટ,ન્યુશોરકનગર નડિયાદ,હમીદ ઉર્ફે પઇ ઉસ્માનભાઇ ખલીફા શકરકુઇ પાંજરી ધરવાડા નડિયાદ,રણજીતભાઇ કનુભાઇ રાજપૂત અમદાવાદી દરવાજા કાચ્છીયા વાડ નડિયાદ,અસરાફાકહુસેન ઉર્ફે બાપુ જહીરૂઉદીન સૈયદ,નડિયાદ પરીવાર સોસાયટી નડિયાદ, ઇલીયાસખાન ઉર્ફે ઇલીયો સબ્બીરખાન પઠાણ સંધાંણા હુશેની ચોકને ઝડપી પાડયા હતા.

(6:05 pm IST)