ગુજરાત
News of Friday, 16th November 2018

સુરતમાં ગોલ્ડ જવેલરીના એક્સપોર્ટમાં વધારો: ગત વર્ષની તુલનામાં 69.44 ટકાનો વધારો થયો

સુરત:છેલ્લા ઘણા સમયથી મંદીમાં અટવાયેલા હીરા ઉદ્યોગને નવો પ્રાણવાયુ મળે છે કે કેમ એનો આધાર આગામી ડિસેમ્બર મહિનામાં આવતા ક્રિસમસના તહેવાર ઉપર છે. આમ તો, એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન ગોલ્ડ જ્વેલરીની નિકાસમાં ખાસ્સો વધારો થયો હોવાથી ક્રિસમસમાં વેપાર મળવાની આશા છે.

હીરા ઉદ્યોગ છેલ્લા ઘણા સમયથી મંદીનો સામનો કરી રહ્યો છે. જીએસટી પહેલા નોટબંધીને કારણે હીરા ઉદ્યોગ પર માઠી અસર આવી હતી. બીજી તરફ રફના વધતા ભાવો અને પોલીશ્ડના ભાવોમાં કોઇ વધારો નહીં હોવાથી નીરુત્સાહનું વાતાવરણ હતું. તૈયાર માલનો ભરાવો કારખાનેદારોને અકળાવતો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ પોલીશ્ડની  કોઈ માંગ નહીં હોવાની ચર્ચાઓને કારણે ઉદ્યોગકારોમાં ભારે નિરાશા હતી.

 

(6:03 pm IST)