ગુજરાત
News of Friday, 16th November 2018

ડાંગ જિલ્લો બન્યો આકર્ષણનું કેન્દ્ર: હવાઈ સફર એકટીવીનો થયો પ્રારંભ

વાંસદા:રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ  જિલ્લો કુદરતી સંપદાનાં સૌંદર્યથી ભરમાર જોવા મળે છે. જેમાં ડાંગ જિલ્લાનું એકમાત્ર ગિરિમથક સાપુતારા હાલમાં પ્રવાસન હબ તરીકે ભરપૂર વિકાસમાન થયું છે. તેવામાં હાલમાં શિયાળાની ઋતુનો પૂરજોશમાં પગરવ ચાલુ થઈ ગયો છે અને આ ફૂલ ગુલાબી ઠંડીમાં ગિરિમથક સાપુતારાનાં જૈન મંદિર ખાતે પ્રવાસીઓનાં આકર્ષણ માટે એક વધુ મોરપીંછ ઉમેરતી પેરાગ્લાયડીંગ એડવેન્ચર (હવાઈ સફર) એક્ટિવિટીનો પ્રારંભ થતા એને નિહાળવા સૌ કોઈ મંત્રમુગ્ધ બની રહ્યા છે, 
સાપુતારાની તળેટીમાં આવેલા ગિરિકન્દ્રાઓનાં સૌંદર્યને નીલ ગગન આભનાં ઉચાઈએથી નિહાળવા માટે આ સાપુતારા પેરાગ્લાયડીંગ એડવેન્ચર હવાઈ સફર એક્ટિવિટી હાલમાં યાદગાર સંભારણું બની રહી છે, હાલમાં દિવાળી વેકેશનમાં સાપુતારા ખાતે ફરવા આવતા પ્રવાસીઓ માટે આ પેરાગ્લાયડીંગ એક્ટિવીટી સ્થળ આકર્ષણનું હબ બની ગયું છે. 

 

(6:03 pm IST)