મહુધા પોલીસે બાતમીના આધારે મૂંગા પશુઓને કતલખાને લઇ જતી રીક્ષા ઝડપી
મહુધા: પોલીસના માણસો પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન એક બાતમી મળી હતી કે શહેરના ભૂલીભવાની માતાજીના સ્ટેન્ડ પાસેથી એક રીક્ષામાં મૂંગા પશુઓને કતલખાને લઇ જવામાં આવી રહ્યા છે.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મહુધા શહેરમાં પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન મહુધા ડી.સ્ટાફના માણસોને મૂંગા પશુઓ કતલખાને લઇ જવામાં આવી રહ્યાની બાતમી મળી હતી.આ બાતમીની ખરાઇ કરવા પોલીસ સ્ટાફના માણસો શહેરની ભૂલીભવાની માતાજી નજીક પેટ્રોલીંગ ગોઠવાઇ ગયા હતા.આ દરમ્યાન ત્યાંથી રીક્ષા પસાર થતા પોલીસ સ્ટાફે ઇશારો કરીને ઉભી રાખવાનો ઇસારો કરવામાં આવ્યો હતો.જો કે રીક્ષા ડ્રાઇવરે રીક્ષા ઉભી ન રાખતા પોલીસના માણસો દ્વારા રીક્ષાને આંતરીને ઉંભી રાખવામાં આવી હતી.
રીક્ષામાં તપાસ કરતા તેમાથી બે પાડા મળી આવ્યા હતા.અને રીક્ષા ડ્રાઇવર સહિત ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી હતી.પકડાયેલા ઇસમો મહોમ્મદઆરીફ શેખ સુલતાન મહોમ્મદ શેખ અને શાહીલહુશેન કુરેશી તમામ રહે ફીણાવ ભાગોળ,મહુધાને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જ્યારે કુલ મુદામાલ ૧૦,૦૦૦ પાડાની કિંંમત અને રીક્ષાની ૫૦,૦૦૦ એમ કુલ મળીને ૬૦,૦૦૦ નો મુદામાલ પોલીસે ઝડપી પાડયો છે.