ગુજરાત
News of Friday, 16th November 2018

વડોદરામાં મહિલા તલાટીના આપઘાત મામલે કરજણ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ સામે ફરિયાદ

વડોદરામાં મહિલા તલાટીની આત્મહત્યા મામલે કરજણ તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી અધ્યક્ષ પંકજ પટેલ સામે ફરિયાદ દાખલ  કરવામા આવી છે. મહિલા તલાટીએ પોતાની સ્યુસાઈટ નોટમાં પંકજ પટેલ પર લગ્નની લાલચ  આપીને શારીરિક શોષણ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

 અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા તલાટીએ ભાઈબીજના દિવસે અત્મહત્યા કરી હતી. ત્યારે પોલીસે પંકજ પટેલ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(3:35 pm IST)