અમદાવાદ રાણીપ આરટીઓ કચેરીના નાઈટ વિઝન સીસીટીવી કેમેરાની ચોરી
દિવાળી વેકેશનને કારણે કચેરી બંધ :ફૂટેજ નહીં જણાતા કર્મચારીને બોલાવતા ભાંડો ફૂટ્યો
અમદાવાદમાં રાણીપમાં આરટીઓ કચેરીના નાઈટ વિઝન સીસીટીવી કેમેરાની ચોરી થઇ છે આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે
મળતી વિગત મુજબ રાણીપમાં આરટીઓ કચેરીની કલેક્ટર ઓફિસ તરફની દિવાલ પર લગાવેલા ૧૫,૦૦૦ ની કિંમતના નાઈટ વિઝન સીસીટીવી કેમેરાની ચોરી થઈ હતી.
આરટીઓમાં ફરજ બજાવતા આશિષકુમાર પંચાલે ફરિયાદમાં જમાવ્યું હતું કે ૧૪ નવેમ્બરના રોજ આ સીસીટીવી કેમેરાના ફુટેજ નહી જણાતા સીસીટીવીના કોન્ટ્રાક્ટના કર્મચારીને બોલાવવામાં આવ્યો હતો. જેમાં તેણે તા. ૮ નવેમ્બરના રોજ રાત્રે કોઈ શખ્સ આ સીસીટીવી કેમેરાની ચોરી કરી ગયો હોવાનું જણાવ્યું હતું. અન્ય એક સીસીટીવી કેમેરામાં તપાસ કરતા આરોપી નાઈટ વિઝન સીસીટીવી કેમેરો ચોરી જતો જણાયો હતો. જોકે ૬ નવેમ્બરથી ૧૨ નવેમ્બર દરમિયાન દિવાળી વેકેશનને કારણે કચેરી બંધ હોવાથી તે સમયે બનાવ અંગે જાણ થઈ ન હતી.