ગુજરાત
News of Friday, 16th November 2018

રાજ્યમાં વ્યાજબી ભાવની દુકાનોના 529 સંચાલકોના રાજીનામાં :લાયસન્સ પાછા આપી દીધા

કમિશન ઓછું અને કોમ્પ્યુટર ઓપરેટરો વધારાનો ખર્ચ પોષાતો નથી

અમદાવાદ :વ્યાજબી ભાવની દુકાનો ચલાવવી અઘરી બની રહી છે. જેના કારણે સંચાલકો વ્યાજબી ભાવની દુકાનોને તાળાં મારી અન્ય વ્યવસાય તરફ વળ્યાં છે. છેલ્લાં એક જ વર્ષમાં રાજ્યભરમાં ૫૨૯ સંચાલકોએ રાજીનામાં આપ્યા છે અને વ્યાજબી ભાવની દુકાનોના લાયસન્સ પરત કરી દીધા છે.

  વ્યાજબી ભાવની દુકાનો ય હવે કમ્પ્યુટરાઇઝ્ડ બની છે.ગેરરીતી પર કાબૂ મેળવવા રાજય પુરવઠા વિભાગે ટેકનોલોજીનો સહારો લીધો છે.સંચાલકોનુ કહેવુ છે કે, ખાંડ, ચોખા ,કેરોસીન ,અનાજ પર ઓછુ કમિશન મળી રહ્યુ છે. એટલુ જ નહીં,મેન્યુઅલને બદલે કમ્પ્યુટરાઇઝ્ડ પ્રક્રિયાને લીધે કમ્પ્યુટર,ઓપરેટરનો વધારાનો ખર્ચ કરવો પડે છે

 . આ ઉપરાંત દુકાનભાડુ,મજૂરી સહિતનો ખર્ચ પોષાય તેમ નથી. કમિશન વધારવા માટે અગાઉ સરકારમાં રજૂઆતો જ નહીં, આંદોલનની ચિમકી ય ઉચ્ચારાઇ હતી.

(12:13 pm IST)