ગુજરાત
News of Friday, 16th November 2018

ફેસબુકમાં ફેક પ્રોફાઈલ બનાવી મહિલાને બીભત્સ મેસેજ કરનાર ભાવનગરના આરોપીને અમદાવાદ સાયબર ક્રાઇમ ટીમે દબોચ્યો

આરોપી અજીતસિંહ ગોહિલ મહિલાને ગંદા મેસેજ મોકલતો :મોબાઈલ જપ્ત

અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમે ફેસબુકમાં ફેક પ્રોફાઈલ બનાવી મહિલાને બીભત્સ મેસેજ કરનાર ભાવનગરના રહેવાસી  આરોપીની ધરપકડ કરી છે. આરોપી અજીત સિંહ ગોહિલ જે મૂળ ભાવનગરનો રહેવાસી છે. જેને નિધિ ચુડાસમા નામની ફેક પ્રોફાઈલ બનાવી અલગ અલગ મહીલાઓ સાથે ચેટીંગ કરતો અને બીભત્સ માગણી કરતો હતો.

 આરોપી અજીત ફરિયાદીને ગદા વીડિયો મોકલી બિભત્સય મેસેજ પણ કર્યા હોવાનાં પણ પુરાવા પોલીસ સમક્ષ આવતા તેની વિરુધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ હતી. ત્યારે સાયબર ક્રાઇમેં આરોપીની લોગ આઘારે ઓળખ કરી ધરપકડ કરી મોબાઈલ પણ કબ્જે કર્યો હતો. હાલ પોલીસે અગાઉ પણ આવા અન્ય કોઈને કોલ કે મેસેજ કર્યા છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

(10:52 pm IST)