News of Friday, 16th November 2018
બગોદરા-ધોળકા હાઈવે પર ટેન્કર પલટ્યું: વાહનોની 5 કિમી જેટલી લાંબી લાઈન
ગાંગડ ગામ પાસે હાઈવે પર ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયું
અમદાવાદમાં બગોદરા-ધોળકા હાઈવે પર એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં અકસ્માત સર્જાયો હતો ગાંગડ ગામ પાસે હાઈવે પર ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયું હતું જેને કારણે ટેન્કરમાં ભરેલું કેમિકલ રોડ પર ઢોળાયું હતું . ક્રેન દ્વારા ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું હતું તો અકસ્માતને કારણે હાઈવે પર પાંચ કિલોમીટર જેટલી લાંબી લાઈન લાગી હતી. જેથી વાહનચાલકો પણ પરેશાન થયા હતા
(10:49 pm IST)