ગુજરાત
News of Friday, 16th November 2018

બનાસકાંઠાના થરાદના બુકણા ગામે કેનાલનું પાણી ન મળતાં આવેદન પાઠવાયું :આમરણાંત ઉપવાસ આંદોલનની ચીમકી

બનાસકાંઠાના થરાદના બુકણા ગામે કેનાલનું પાણી ન મળતાં થરાદ પ્રાંત અધિકારી અને નર્મદા નિગમના અધિકારીને ખેડૂતોએ આવેદનપત્ર આપ્યુ હતુ. જોડીયા ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાંથી પસાર થતી બુકણા માઇનોર 1 અને 2 માઇનોર કેનાલમાં 5 વર્ષથી પાણી ન મળતાં ખેડૂતોમાં રોષ છે. ટૂંક સમયમાં પાણી નહિ છોડાય તો આમરણાંત ઉપવાસ કરવાની ખેડૂતોએ ચીમકી આપી હતી.

(10:47 pm IST)