ગુજરાત
News of Friday, 16th November 2018

અમદાવાદ મનપા સંચાલિત વી,એસ,હોસ્પિટલમાં સુપ્રીટેન્ડેડ બદલાશે ::નવા નામની થશે જાહેરાત

અમદાવાદ :અમદાવાદ મહાનગરપાલિકા સંચાલીત વી.એસ. હોસ્પિટલમાં સુપ્રીટેન્ડન્ટ બદલવામાં આવશે. જાણવા મળતી વિગત મુજબ આગામી થોડા દિવસમાં નવા સુપ્રીટેન્ડન્ટની જાહેરાત કરવામાં આવશે. વર્તમાન સુપ્રીટેન્ડન્ટ મલ્હાનના શાસનમાં વી.એસ. હોસ્પિટલમાંઅવાર નવાર વિવાદમાં રહી છે. ત્યારે સુપ્રીટેન્ડની નબળી કામગીરીને જોતા તેમને બદલવાનો નિર્ણયો કરાયો છે.

  સુત્રો મુજબ ગત વીએસ બોર્ડની મિટિંગમાં મેયર દવારા સુપરિટેન્ટને બદલવાની સૂચના આપી દેવામાં આવી છે. અને આગામી દિવસોમાં તેમની સુચનાનું પાલન કરવામાં આવશે.

(4:19 pm IST)