ગુજરાત
News of Friday, 16th November 2018

ડિસેમ્બરના અંતે અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં ફ્લાવર શો યોજાશે :તંત્ર દ્વારા તડામાર તૈયારી

વિવિધ પ્રકારના ફુલ-છોડને રોપવાની સાથે સ્કલપચર બનાવાની કામગીરી : ત્રણ નર્સરીમાં 60 માળી કાર્યરત

અમદાવાદ :ડિસેમ્બરના અંતમાં અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફલાવર શૉ યોજાશે. તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે ફ્લાવર ગાર્ડન અને કોર્પોરેશન સંચાલિત ત્રણ નર્સરીમાં 60 માળી કામ કરી રહ્યાં છે.વિવિધ પ્રકારના ફુલ-છોડને રોપવાની સાથે સ્કલપચર બનાવાની કામગીરી ચાલી રહી છે.

 આ વખતે યોજાનારા ફ્લાવર શૉના આકર્ષણ પર નજર કરીએ તો. વર્ટીકલ ગાર્ડનની થીમ આધારિત પ્લાન્ટેશન કરવામાં આવશે. ઓર્કિડ ઈંગ્લીશ ગુલાબ તેમજ અન્ય ફુલોમાંથી 30થી વધુ સ્કલ્પચર તૈયાર કરાશે.

    દેશ-વિદેશના સાત લાખથી વધુ રોપા જોવા મળશે. દેશ-વિદેશના રંગબેરંગી ફુલોની અસંખ્ય વેરાયટી જોવા મળશે. ફુલોની વિવિધ વરાયટીઓ લોકોને એક છત નીચે જોવા મળે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2013થી ફ્લાવર શૉ યોજવામાં આવે છે. અને તેમાં દર વર્ષે મુલાકાતીઓને નવું નઝરાણું આપવામાં આવે છે

(10:34 pm IST)