ગુજરાત
News of Saturday, 16th October 2021

મોટેભાગે મંદિરોને જ ટાર્ગેટ કરતી ગેંગને ઝડપી લેવાઇ

પકડાયેલ એક બીજાના પરિચિત અને સંબંધીઓ : મંદિરોની દાનપેટી લૂંટવાની અનોખી મોડેશ ઑપરેન્ડી હતી આ ગેંગની : સવારે મજૂરી કામ અને રાત્રે લૂંટ કરતા

અમદાવાદ, તા.૧૬ : શહેરની લૂંટ અને ધાડપાળુ ગેંગના ચાર આરોપીઓની ધરપકડ ગ્રામ્ય LCB હથીજણ સર્કલ પાસેથી ધરપકડ કરી છે. તાજેતરમાં સાણંદમાં ઉમિયા માતાજીના મંદિરમાં ગેંગે ધાડપાડી લૂંટને અંજામ આપ્યો હતો. જેમાં ગ્રામ્ય પોલીસે CCTV અને હ્યુમન ઈન્ટેલિજેન્ટની મદદથી ગુનાનો ભેદ ઉકેલી લૂંટમાં ગયેલો તમામ મુદ્દમાલ કબ્જે કર્યો છે. પોલીસ કસ્ટડીમાં ઊભેલા ચારેય આરોપીઓ અને ધ્યાનથી જુઓ જેમનું કામ હતું. મંદિરમાં ધાડ પાડવી આમ તો ચારેય આરોપીઓ એકબીજાના પરિચિત અને સબંધી ભાઈઓ છે. પરંતુ તાજેતરમાં સાણંદ વિસ્તારમાં આવેલ ઉમિયા મંદિરમાં ધાડ અંગેના ઝ્રઝ્ર્ફ સામે આવતા પોલીસે તેમની ધરપકડ કરી છે. CCTV ફૂટેજમાં પણ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે, ધાડપાડું આરોપીઓએ મંદિરના ઘુસી પહેલા પૂજારીને માર માર્યો અને બાદમાં બંધક બનાવી મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો. મહત્વનું છે કે, ગ્રામ્ય ન્ઝ્રમ્ પોલીસે ઝડપેલી ગેંગના બે શખસો છે. જે બંને પિતરાઈ ભાઈઓ પણ છે અને ગેંગના બે ભાગ પાડવામાં આવેલા છે તે છતાંય બંને ભાઈઓ પોતાની બન્ને ગેંગને સાથે રાખીને લૂંટની ઘટનાને અંજામ આપતા હોવાની કેફિયત આરોપીઓએ પોલીસ સમક્ષ રજુ કરી છે.

ગ્રામ્ય LCB દાહોદની ગેંગની ધરપકડ કરીને અન્ય જેટલા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જેમાં સાણંદમાં થયેલી ધાડ, વિરમગામ પાસે થયેલી મંદિરમાં ચોરી અને મોબાઈલ ફોનની લૂંટ, સાણંદના ઇયાવા ગામે મંદિરમાં ચોરી, અડાલજ ખાતે શનિદેવ મંદિરમાં રોકડ રૂપિયાની ચોરી તથા ગાંધીનગરમાં જૈન મંદિરમાં ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સહિત વડસરમાં જૈન મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપી ચુક્યા છે. ગ્રામ્ય ન્ઝ્રમ્   ઝડપેલાં હાથીજણ સર્કલ ખાતેથી કાળું વિરસિંહ હઠીલા, કેવન વિરસિંહ હઠીલા, હરેશ હઠીલા અને પ્રવીણ હઠીલા ચારેય આરોપીઓની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. ગુનામાં બે આરોપીઓ હાલ પોલીસ ચોપડે વોન્ટેડ છે.

સવારે આખો દિવસ મજૂરી કામ કરવાનું અને રાત્રે મંદિરનો ટાર્ગેટ બનાવતી હતી. ગેંગ ઉલ્લેખનીય છે કે, ગેંગના એક સભ્ય દ્વારા સવારે મંદિરમાં રેકી કરવાંમાં આવતી હતી. દાવપેટીમાં સિક્કો નાંખીને અનુમાન કરવામાં આવતું હતું કે, દાનપેટી ભરેલી છે ખાલી અને બાદમાં મોડી રાત્રે બે વાગ્યાથી ત્રણ વાગ્યાના અરસામાં લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવતો હતો.

હાલ તો LCBના હાથે ઝડપાયેલી ગેગના તમામ સભ્યો એક કુટુંબના છે. તમામ સભ્યો લૂંટ અને ચોરીના ગુનાહ આચરે છે તેવી પણ હકીકત હાલ પોલીસ પાસે આવી છેત્યારે ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી છે.

(9:34 pm IST)