ગુજરાત
News of Saturday, 16th October 2021

સુરત: બાળકો સહીત માતાના મૃત્યુદર નર્સિંગ કોલેજમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

સુરત: બાળકો અને માતાના મૃત્યુ દર ઘટાડવા માટે સરકારી નર્સિંગ કોલેજ મિડવાઈફ પ્રેકટીશનર કોષના વિદ્યાર્થી દ્વારા ઇન સર્વિસ એજ્યુકેશન અંગે સુરત નવી સિવિલ ખાતે આજરોજ મિડવાઈફ સેવાને મજબૂત અને વિશાળ બનાવવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

સરકારી નર્સિંગ કોલેજના પ્રોફેસર કિરણભાઈ દોમડીયાએ જણાવ્યું હતું કે બાળ મૃત્યુદર અને સગર્ભા માતાના મૃત્યુ દર ઘટાડવા અને પ્રસુતિ દરમિયાન તેમની ઉચ્ચ ગુણવત્તાના યુક્ત દરેક પ્રકારની સેવાઓ, પ્રસૂતિ પછીની માતા અને બાળકની યોગ્ય સારવાર, પોષણ આહારની કાળજી તથા નવજાત શિશુને સ્તનપાન તથા તેમના વિકાસ અને તંદુરસ્તી જળવાઈ રહે, સામાન્ય પ્રસૂતિ મિડવાઈફ કરી કરાવી શકે અને અંતરિયાળ વિસ્તારોમાં ખૂબ સારી રીતે પ્રસૂતિ કરાવી શકે તે માટે આજરોજ નવી સિવિલના ઓડિટોરિયમ હોલમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ ડો. ઇન્દ્રાવતી રાવ, સીમારાણી ચોપરા સહિતના પ્રોફેસર દ્વારા નર્સિંગ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. જેમાં શહેરની વિવિધ નર્સિંગ કોલેજના 300 થી વધુ નર્સિંગ વિદ્યાર્થી અને કોલેજની ફેકલ્ટીઓ એ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં નર્સિંગ એસોસિએશન અગ્રણી ઈકબાલ કડીવાલા, દિનેશ અગ્રવાલ, સેવાભાવી દિવ્યેશ પટૅલ તથા પિનલ પટેલ સહિતના વ્યક્તિઓ હાજર રહ્યા હતા.

(5:41 pm IST)