ગુજરાત
News of Wednesday, 16th October 2019

અમદાવાદ મનપાના કર્મચારીઓને પેટ્રોલ એલાઉન્સમાં 5 રૂપિયાનો વધારો : વાહન ભથ્થું મેળવતાને મળશે લાભ

જુલાઈમાં વધારો પાછો ખેંચયા બાદ ત્રણ મહિને વધારો કરાયો

અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓને પેટ્રોલ એલાઉન્સમાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વાહન ભથ્થું મેળવતા કર્મચારીઓને લાભ મળશે. ગઇ જુલાઈ માસમાં વધારો પાછો ખેંચવામાં આવ્યો હતો. પરંતુ 3 માસ બાદ દિવાળી ટાંકણે વધારો કરાયો છે ત્યારે કર્મચારીઓને દિવાળીની ભેટ આપ્યાનો તંત્ર દાવો કરે તો નવાઈ નહીં

  પેટ્રોલ એલાઉન્સ મેળવતા અધિકારીઓ અને કર્મચારીઓને અત્યાર સુધી દર મહિને પેટ્રોલ એલાઉન્સ પેટે દરરોજ 1.10 લિટર પેટ્રોલ અને 0.40 ઓઈલના 82.70 રૂપિયાની ચૂકવણી કરવામાં આવતી. જો કે, પેટ્રોલ-ડીઝલના વર્તમાન ભાવને ધ્યાનમાં રાખી ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં આ વધારો કરી એલાઉન્સ આપવાનું નક્કી કરવામાં આવેલ છે.

(9:42 pm IST)