ગુજરાત
News of Tuesday, 16th October 2018

નસવાડી પંથકના ખેડૂતો માટે બે દાયકાથી માઇનોર કેનાલ બનાવાઈ છતાં સિંચાઈથી વંચિત:પાક નિષ્ફળ જવાની ભીતિ

નસવાડીમાં કેટલાક ગામના ખેડૂતોને સિંચાઇ વિભાગના કારણે  ઉભા પાકથી હાથ ધોઇ નાખવાનો વારો આવે તેવી સ્થિતી સર્જાઈ છે ઝરવાણી વડિયા સાથેના સાત જેટલા ગામના ખેડૂતોને સિંચાઇનું પાણી મળી રહે તે માટે કરોડોનો ખર્ચ કરાયો છે. નર્મદાની મૂખ્ય કેનાલમાંથી માઇનોર કેનલો બનાવાઇ છે. જેમાં ઢાળિયા કેનાલો ખેતર સુધી પાણી પહોંચે તે માટે ની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. જોકે 20 વર્ષથી આ યોજના અહીં સુધી લાવી દેવામાં આવી છે છતાં આ વિસ્તારના લોકો વરસાદ આધારીત જ ખેતી કરે છે.

(12:38 am IST)