ગુજરાત
News of Tuesday, 16th October 2018

અંકલેશ્વરઃ પાલિકા પ્રમુખ અને નીરાંત નગરનાં રહિશો વચ્ચે ઘર્ષણ

ગટર લાઈન અને ઉભરાતા પાણીથી લોકો ત્રાહિમામ ;પાલિકા સામે અફરીયાદ કરવાની ચીમકી

અંકલેશ્વર નગરપાલિકાનાં વોર્ડ નંબર 2 માં સમાવિષ્ટ નીરાંત નગરનાં સ્થાનિકો ગટર લાઈન તથા ઉભરતા પાણીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેવટે કંટાળીને સ્થાનિકોએ અંકલેશ્વર નગરપાલિકા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની ચીમકી આપતા પાલિકા પ્રમુખ અને સભ્યોએ ઘટના સ્થળે પહોંચી મુલાકાત લીધી હતી. જેમાં સ્થાનિકોએ નગરપાલિકા પ્રમુખ અને સભ્ય પર આક્રોશ વ્યક્ત કર્યો હતો.

નીરંત નગર સોસાયટીમાં કામ જ નહીં થતાં હોય તેવી પણ અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખને લોકોએ રજૂઆત કરી હતી. વર્ષો જૂની સમસ્યા ગટર લાઈનની છે જેમાં સ્થાનિકોને ખૂબ હાલાકી ભોગવવી પડતી હોય છે. જેના કારણે ડેન્ગ્યુ મલેરિયા જેવા કેસો પણ ખૂબ માત્રમાં નોંધાયા હોવોનું સામે આવ્યું છે.

  સ્થાનિકોએ જણાવ્યું હતું કે, વહેલી તકે ઇન્દિરા નગરની સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો ગાંધીનગર સુધી પણ જઈશું. સ્થાનિકોએ આપેલી ચીમકીના પગલે પાલિકા પ્રમુખ દોડી આવ્યા હતા. આ સમગ્ર મામલે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખને પૂછવામાં આવતાં કામ થઈ જશે તેવું જણાવી ઘટનાસ્થળેથી બહાનું કાઢીને જતા રહ્યા હતા

(8:31 pm IST)