ગુજરાત
News of Tuesday, 16th October 2018

અમદાવાદ ઇન્‍ટરનેશનલ અેરપોર્ટ ઉપર યાત્રિકો ગરબે ઘુમ્યાઃ સોશ્યલ મીડિયામાં ‌વીડિયો વાયરલ

અમદાવાદ: નવરાત્રિનો ઉત્સાહ તેની ચરમસીમાએ છે, ત્યારે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ગરબે ઘૂમતા લોકોને જોઈને પેસેન્જરો આશ્ચર્યમાં મૂકાઈ ગયાં હતાં. એરલાઈન્સના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા ગરબામાં ગુજરાતી પેસેન્જરો પણ હોંશે-હોંશે જોડાઈ ગયાં હતાં, અને તેમણે પણ ગરબાનો મન મૂકીને આનંદ માણ્યો હતો. એરપોર્ટ પર થયેલા ગરબાનો વીડિયો પણ જોરદાર વાયરલ થયો છે.

(6:03 pm IST)