ગુજરાત
News of Tuesday, 16th October 2018

સુરતના પાંડેસરામાં પતિ સાથે ઝઘડો થતા 40 વર્ષીય પરિણીતાએ ટ્રેન નીચે બે સંતાનને લઈને પડતું મૂક્યું

સુરત:ના પાંડેસરા વિસ્તારમાં ગત રાતે સામી દિવાળીએ નોકરી છુટી ગઇ હોવાથી પતિ સાથે  ઝઘડો થતા પત્નીએ ઉધના-ભેસ્તાન વચ્ચે બે સંતાન જોડે ટ્રેન નીચે પડતુ મુકી આત્મહત્યા કરીને જીવન ટુંકાવતા ચકચાર મચી ગઇ હતી. ટ્રેનને ધસમતતી આવતા જોઇને ૧૫ વર્ષીય પુત્રી ટ્રેક પરથી હટી જતા તેનો જીવ બચી ગયો હતો પણ તેની નજર સામે માતા અને ભાઇ-બહેનના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડીંડોલી વિસ્તારમાં ચીકુવાડી ખાતે આવિર્ભાવ સોસાયટીમાં રહેતા ૪૦ વષીૅય આશાબેન સંતોષભાઇ પાટીલ, તેમની ૧૩ વષીૅ પુત્રી દિપાલી, પુત્ર મનીષ (ઉ.વ-૧૧) અને પુત્રી દિવ્યા (ઉ.વ-૧૫) સાથે ગત મોડી રાતે ૧.૩૫ વાગ્યે ઉધના-ભસ્તાન વચ્ચે શીવ હિરાનગર ઝુપડપટ્ટી નજીકમાં રેલ્વે ટ્રેક પર પડતુ મુકવા ગયા હતા. ત્યારે સામે ધસમસતી આવતી વેરાવળ-બાંન્દ્રા એક્સપ્રેસ ટ્રેન જોઇને દિવ્યા ટ્રેક પરથી દુર ખસી જતા બચી ગઇ હતી. પણ આશાબેન તેમના બં સંતાનમાં પુત્ર મનીષ અને પુત્રી દિપાલી ટ્રેને હેઠળ કપાઇ ગયા હતા. નજર સામે માતા અને ભાઇ-બહેનન મોતને પગલે દિવ્યા હેબતાઇ ગઇ હતી. 

(5:20 pm IST)