ગુજરાત
News of Tuesday, 16th October 2018

સુરતના સેન્ટ્રલ ઝોનમાં ભારે દબાણ હટાવવા મનપાનો સહારો લેવામાં આવ્યો

સુરત: મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં દબાણ માટે કુખ્યાત કાદરશાની નાળ-નાનપુરા વિસ્તારમાં માથાભારે દબાણ કરનારાઓના દબાણ દુર કરવા માટે મ્યુનિ. તંત્રએ પોલીસનો સહારો લેવો પડયો હતો. પોલીસ અને પાલિકાની ટીમ સાથે હોવા છતાં માથાભારે તત્વોના કારણે અંશતઃ દબાણ જ દુર થઈ શક્યા છે. 

આ વિસ્તારમાં બંધ પડેલી કાર અને ભંગારવાળાઓના કારણે ટ્રાફિક સમસ્યા થાય છે પરંતુ લારીઓના દબાણ સિવાય મ્યુનિ. તંત્ર આ દબાણો દૂર ન કરી શકી હોવાથી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. માથાભારે તત્વોની દાદાગીરીના કારણે જાહેર રસ્તા પર બગડેલી કાર અને કાટપીયાના દબાણ દુર થઈ શક્યા નથી.

સુરત મ્યુનિ.ના સેન્ટ્રલ ઝોનમાં વિરોધ ન થાય તેવા વિસ્તારના દબાણ દુર કરવામાં બહાદુરી બતાવતું મ્યુનિ. તંત્ર કાદરશાની નાળથી નાનપુરાના દબાણ હટાવવામાં બિલાડી સાબિત થઈ ગયું છે. 

મ્યુનિ. તંત્રએ કાદરશાની નાળથી નાનપુરા વચ્ચેના દબાણ તો હટાવ્યા પરંતુ ટ્રાફિકની સમસ્યા માટે જવાબદાર છે તેવા દબાણ હટાવાવમાં સફળતા મળી નથી. મ્યુનિ.ના અધિકારીઓ કાદરશાની નાળથી દબાણ દુર કરવા માટે આવ્યા કે માથાભારે દબાણ કરનારાઓએ મ્યુનિ. તંત્રની કામગીરીમાં અવરોધ કર્યો હતો. 

(5:18 pm IST)