ગુજરાત
News of Tuesday, 16th October 2018

અમદાવાદના ગોતા વિસ્તારમાં સાધુ બનેલ યુવકે માતા-પિતા વિરુદ્ધ આક્ષેપ કરી ફરિયાદ નોંધાવતા ચકચાર

અમદાવાદ:ગોતા વિસ્તારમાં રહેતા અને ભાડજના એક મંદીરમાં નિયમિત જતા યુવક સાધુ બની ગયો હતો. જોકે માતાપિતાએ તેના ભણતર પાછળ લાખ રૃપિયા ખર્ચો કર્યો હોવાનું કહીને કોર્ટોનો આશરો લઈને પુત્રને પરત સંસારમાં લઈ આવ્યા હતા. બીજીતરફ પુત્રએ માતાપિતા તેને માનસિક બિમાર સાબિત કરવા માંગે છે એવો આક્ષેપ કરીને પોતાને આધ્યાત્મ માર્ગે જ જવું છે કહીને માતાપિતા વિરૃધ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.

માબાપ માનસિક બિમાર સાબિત કરવા માંગે છે કહી યુવકે આધ્યાત્મના માર્ગે જવાનું પસંદ કર્યું 

આ બનાવની વિગત મુજબ ભાડજના એક મંદીરમાં નિયમિત જતા ગોતાના રહેવાસી ધર્મેશ ગોલને આધ્યાત્મનો રંગ લાગ્યો હતો. જેને પગલે તે સન્યાસી બની ગયો હતો. ઊચ્ચ શિક્ષણ માટે માતાપિતાએ ધર્મેશ પાછળ લાખો રૃપિયા ખર્ચ કર્યો હતો.તેમને પુત્ર સન્યાસી બને તે પસંદ ન હતું. આથી તેમણે કોર્ટનો સહારો લઈને સમાધાન કરીને પુત્રને પાછો મેળવ્યો હતો.

(5:14 pm IST)