ગુજરાત
News of Tuesday, 16th October 2018

અમદાવાદમાં અનોખા હેલ્મેટ ગરબા:ટ્રાફિક સુરક્ષાનો આપ્યો સંદેશો

 અમદાવાદ :નવરાત્રિના પર્વની ઉજવણી સમાજ અને સોસાયટીને કંઇક સંદેશો આપવાના હેતુથી અલગ થીમ પર ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે અમદાવાદના ન્યૂ ચાંદખેડા વિસ્તારમાં આવેલી સત્યા સ્ક્વેર સોસાયટી ટ્રાફિક સુરક્ષાનો સંદેશ આપતા અનોખા પ્રકારના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

લોકોએ હેલ્મેટ પહેરીને ગરબા ગાવાનું આયોજન કર્યું હતું કે એક નાનકડો સંદેશ લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઇએ તથા આજથી આપણે આપણા માટે નહી પરંતુ આપણા પરિવાર માટે ફરજિયાતપણે હેલ્મેટ પહેરીશું એવી નેમ લીધી હતી.

(4:38 pm IST)