ગુજરાત
News of Tuesday, 16th October 2018

જરૂર પડે તો વધુ ખેતરોમાં પાક કાપણી અખતરા કરવા સરકારનો આદેશ

પાક વિમામાં અન્યાયની ખેડુતોની લાગણી સંદર્ભે પ્રયાસ

રાજકોટ તા. ૧૬ : રાજય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા પાક વીમાના દાવાઓની ગણતરી કરવા માટે પાક કાપણી અખતરા જરૂર પડે તો વધુ ખેતરોમાં કરવા સરકારે તંત્રને સૂચના આપી છે.

નિયમ મુજબ ગામ દીઠ મહતમ ૪ ખેતરોમાંથી જ ઉપજના નમૂના લેવાથી અન્યાય થવાની ખેડૂતોની લાગણીને ધ્યાને રાખીને સરકારે જરૂર પડે ત્યા ચારથી વધુ ખેતરોમાંથી નમૂના લેવા જણાવ્યું છે કોઇને અન્યાય ન થાય તેની કાળજી રાખવા સૂચના આપી છે. પ્રવર્તમાન સંજોગોમાં સરકાર પાક વીમા બાબતે સખતાઇના બદલે 'છુટછાટવાળુ' વલણ રાખવા માંગતી હોવાનો ખ્યાલ ઉપસે છે.

(3:43 pm IST)