ગુજરાત
News of Tuesday, 16th October 2018

અન્નદાતાનો આક્રોશઃ સરકારને ધ્રુજાવતા આંદોલનના ભણકારા

આભમાંથી અછત વરસતા ખેડૂતોની વેદનાનું વાવેતરઃ ર૦૧૯ ની ચૂંટણીમાં વિપક્ષો પાસે લણવા લાયક 'સોળ આની' મુદ્: ચોમાસુ પુરુ થતા જ ગામેગામ શરૂ થયેલા 'તણખા' ગમે ત્યારે ભડકાનું સ્વરૂપ લઇ શકે છેઃ પાણી માટે ગામડા અને શહેરો સામસામે આવી જવાની ભીતિ

રાજકોટ તા. ૧૬ :.. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની અપૂરતી કૃપાના કારણે ખેતી અને પીવાના પાણીની પરિસ્થિતિ વિકટ બની રહી છે. ખેડૂતોની સમસ્યા સરકારને મુંઝવી રહી છે. ચોમાસુ પુરુ થતા જ દેખાવા લાગેલો અન્નદાતાનો આક્રોશ આવતા દિવસોમાં સરકારને ધ્રુજાવતા આંદોલનને નોતરે તેવા એંધાણ છે ૬ મહિનામાં  લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી રાજકીય રીતે પણ આ મુદ્ે આક્રમક બનશે ખેડૂતોના દેવા પોષણક્ષમ ભાવનો અભાવ, પાક વિમામાં અન્યાય, ખાતરના ભાવમાં વધારો જમીન રી-સર્વેમાં ગોટાળા, પાણી અને વિજળીના ધાંધીયા વગેરે મુદ્ે ખેડૂતોની વેદનાનું વાવેતર થતા વિપક્ષને લણવા લાયક સોળ આની મુદ્ મળ્યા છે.

ખેડૂતોની દેવા માફી સરકારને આર્થિક રીતે પરવડે તેમ ન હોવાનું વિપક્ષો અને ખેડૂતો જાણે છે છતાં આ મુદ્ે એકદમ પકડાઇ ગયો છે. પાક વિમામાં વિલંબ અને ગણતરીમાં અન્યાયની ફરીયાદો વ્યાપક બનતી જાય છે. ખેતરમાં ઉપજના સર્વે વખતે પોલીસ બંદોબસ્ત સાથે રાખવાના પત્રએ બળતામાં  ઘી હોમ્યુ છે. અમુક વિસ્તારોમાં જમીન સંપાદનના પ્રશ્ન ખેડૂતોનો રોષનું કારણ બન્યો છે. પોષણક્ષમ ભાવનો અભાવ ખેડૂતોના આક્રોશનું અગત્યનું કારણ છે. શિયાળુ પાક માટે પાણીની વ્યવસ્થા કેમ કરવી ? તે ખેડૂતો અને સરકાર માટે ચિંતાનો વિષય છે. પીવાના પાણી અને ખેતીના પાણીના પ્રશ્ને શહેરો અને ગામડા સામસામે આવી જાય તેવા એંધાણ છે. ખેડૂતોના પ્રશ્ને ગામે ગામ અત્યારથી જ 'તણખા' શરૂ થયા છે. સરકાર યોગ્ય કાર્યવાહી કરવામાં ઉણી ઉતરે તો તણખો ગમે ત્યારે ભડકાનું સ્વરૂપ લઇ લ્યે તેવી ભીતિ અસ્થાને નથી. (પ-૧પ)

ખેડૂતોની

સમસ્યા

 અમર્યાદિત કરજ

 પાક વીમામાં અન્યાય

 પોષણક્ષમ ભાવનો અભાવ

 ખાતરના ભાવમાં વધારો

 જમીન માપણીમાં ગોટાળા

 પાણી-વીજળીના ધાંધીયા

 જમીન સંપાદનમાં અન્યાય

(11:44 am IST)