પ્રદેશ મહિલા કોંગ્રેસના ચાર ઉપપ્રમુખ નિમાયા :જુદા જુદા જિલ્લાની સોંપાઈ જવાબદારી
ગીતાબેન પટેલ,મેઘનાબેન પટેલ,તૃપ્તિબેન ઝવેરી અને કામિનીબેન સોનીને શિરે ઉપપ્રમુખનો તાજ
અમદાવાદ :આગામી ચૂંટણીને લઇને કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં મહિલા મોરચાને પણ મજબૂત બનાવાયું છે ગુજરાત પ્રદેશના મહિલા કોંગ્રેસના ઉપ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસના મહિલા મોરચામાં ઉપપ્રમુખ તરીકે 4 મહિલાઓને જુદાજુદા જિલ્લાની જવાબદારી સોંપાઇ છે.
ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ તરીકે ગીતાબેન પટેલ,મેઘનાબેન પટેલ,તૂપ્તિબેન ઝવેરી અને કામિનીબેન સોનીને નિમણુંક આપીને જુદા જુદા જિલ્લાની જવાબદારી સોંપાઈ છે
જેમાં ગીતાબેન પટેલને અરવવલ્લી ,બનાસકાંઠા,(પાલનપુર )ગાંધીનગર,સાબરકાંઠા (હિંમતનગર ) પાટણ અને મહેસાણા જયારે મેઘના બેન પટેલને ડાંગ, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, નર્મદા અને તાપીની જવાબદારી સોંપાઈ છે જયારે તૃપ્તિબેન ઝવેરીને છોટાઉદેપુર,દાહોદ,પંચમહાલ,મહીસાગર અને કામિનીબેન સોનીને અમદાવાદ,વડોદરા,આણંદ અને ખેડા જિલ્લાની જવાબદારી અપાઈ છે