ગુજરાત
News of Monday, 16th September 2019

અમદાવાદમાં આદર્શ સોસાયટીના નામે 540 કરોડના છેતરપીંડીના આરોપીઓન 10 દિવસના રિમાન્ડ મંજુર

29 જેટલી કંપનીઓ ખોલીને મસમોટું કૌભાંડ આચર્યું: લોભામણી લાલચ આપીને છેતરપિંડી કરી

 

અમદાવાદ : આદર્શ ક્રેડિટ સોસાયટીના નામે 540 કરોડથી વધુની છેતરપીંડી કરવાના  આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

   મીરઝાપૂર કોર્ટ આરોપી મુકેશ મોદી, રાહુલ મોદી, સમીર મોદી અને ઈશ્વરસિંહ સહિત એક મહિલાના 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીઓએ રીકરીંગ નામે નાણાં પડાવી લીધા હતા. આરોપીઓ 29 જેટલી કંપનીઓ ખોલીને મસમોટું કૌભાંડ આચર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આરોપીઓએ લોકોને લોભામણી લાલચ આપીને છેતરપિંડી કરી હતી

(1:05 am IST)