ગુજરાત
News of Monday, 16th September 2019

નવસારી જિલ્લામાં ધરા ધ્રૂજી: તીવ્રતા 2.3ની નોંધાઈ : વાંસદા , ઉનાઈ અને લીઝર સહિતના વિસ્તારમાં આંચકા અનુભવાયા

નવસારીના મહુવરીયા ગામ નજીક ભૂકંપનું એપી સેન્ટર જમીનના પેટાળમાં લગભગ 10 કિમી ઊંડે હલચલ

નવસારી જિલ્લામાં ધરા ધ્રૂજતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. નવસારીના વાંસદા, ઉનાઈ અને લીઝર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.3ની નોંધાઈ હતી. લગભગ પાંચ સેકન્ડ સુધી નવસારીની ધરા ધ્રૂજી હતી. નવસારીના મહુવરીયા ગામ નજીક ભૂકંપનું એપી સેન્ટર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

નવસારીમાં ભૂકંપનો ઝટકો અનુભવાતાં અનુભવાતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સાંજે લગભગ 4.36 કલાકે નવસારીના દક્ષિણ પૂર્વ ભાગમાં હળવો ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો.ભૂકંપનો ઝટકો લગભગ પાંચ સેકન્ડ સુધી અનુભવાતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ભૂકંપના ઝટકા વાંસદા, ઉનાઈ અને લીઝર વિસ્તારમાં અનુભવાયા હતા.

ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર 2.3ની નોંધવામાં આવી છે. જમીનના પેટાળમાં લગભગ 10 કિમી ઊંડે હળવી હલચલ થઈ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ભૂકંપનું એપી સેન્ટર જલાલપુર તાલુકાનું મહુવર ગામ બતાવવામાં આવી રહ્યું છે.

(9:58 pm IST)