ગુજરાત
News of Monday, 16th September 2019

કાલોલમાં ટ્રાફિક નિયમનો ભંગ બદલ વાહન ચાલકોને ઉઠક બેઠક કરાવવી PSI ને ભારે પડી ; એસપીએ કર્યા સસ્પેન્ડ

કાલોલ : આજથી રાજ્યભરમાં નવો મોટર એક્ટ લાગુ થયો છે આ ટ્રાફિક નિયમનું પાલન નહીં કરનારાઓ પર આકરો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે પંચમહાલના કાલોલમાં ટ્રાફિક પોલીસે નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને ઉઠક બેઠક કરાવતા જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી છે.ઉઠક બેઠક કરાવનાર PSIને SPએ  સસ્પેન્ડ કર્યા છે

   કાલોલમાં ટ્રાફિક પોલીસે નિયમોને ચુસ્તપણે અમલ કરાવવા કડક વલણ દાખવ્યું હતું. ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોને PSI દ્વારા દંડ કરવામાં આવ્યો હતો અને ઉઠક બેઠક પણ કરાવવામાં આવી હતી. PSIનું આ કડક વલણ તેમને ભારે પડ્યું છે. જિલ્લા પોલીસ વડાએ આ પીએસઆઇને સસ્પેન્ડ કર્યા છે , આ PSIનો ઉઠક બેઠક કરાવતો વિડીયો વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોને લઇ જિલ્લા પોલીસ વડાએ કાર્યવાહી કરી હતી.

  ટ્રેફિકના  નવા નિયમ પ્રમાણે દંડની રકમમાં વધારો કરાયો છે  હેલ્મેટ, લાયસન્સ, સીટ બેલ્ટ વિના વાહન ચલાવવા પર નવા દંડ લગાવવામાં આવ્યા છે. ત્રિપલ સવારી, ઓવરસ્પીડિંગમાં દંડની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે. વીમા, RC બુક વિના વાહન ચલાવવા પર પણ દંડ છે. અકસ્માતની સંખ્યા ઘટાડવા માટે સરકારે આ દંડ લાગુ કર્યો છે.

(9:21 pm IST)