ગુજરાત
News of Monday, 16th September 2019

આણંદમાં શેરબજારમાં રોકાણ કરી સારું વળતર આપવાની લાલચ આપી પાંચ શખ્સોએ જુદા-જુદા એકાઉંટમાં 19.18 લાખની ઉચાપત કરતા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

આણંદ: શહેર  ખાતે રહેતા એક વ્યક્તિને શેરબજારમાં રોકાણ કરીને સારું વળતર અપાવવાની લાલચ આપીને પાંચ જેટલા શખ્સોએ પોતાના જુદા-જુદા એકાઉન્ટોમાં કુલ ૧૯.૧૮ લાખની રકમ જમા કરાવીને બાદમાં આ નાણાં પરત નહીં કરી ઠગાઈ તેમજ વિશ્વાસઘાત કરતાં આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

મળતી વિગતો અનુસાર શેરબજારના ધંધામાં રસ રાખનાર મહેશકુમાર ચન્દ્રસિંહ દરબાર (રે. ગોપાલ સોસાયટી, ગોપી ટોકિઝ પાસે, આણંદ)એ ત્રણેક વર્ષ પહેલા જુલાઈ માસમાં આણંદના મારવાડી શેર ફાયનાન્સમાં શેરબજારનો ધંધો કરવા માટે પોતાનું ડીમેટ એકાઉન્ટ ખોલાવ્યું હતુ. આ દરમ્યાન આર. વી. ફાયનાસ કંપનીના અંકિત વર્માએ મુંબઈ એન્જલ બ્રોકર કંપનીમાં પણ ખાતુ ખોલાવડાવ્યું હતુ.

(6:14 pm IST)