ગુજરાત
News of Monday, 16th September 2019

ખેડા એલસીબીએ કઠલાલમાંથી ધમધમતા જુગારધામ પર પોલીસે છાપો માર્યો: 5 શખ્સોની 7 હજારની રોકડ સાથે ધરપકડ

ખેડા: શહેરમાં  એલસીબી પોલીસે ગઈકાલે કઠલાલના ફાટક પાસે આવેલ કદમ કોમ્પલેક્ષમાં ખુલ્લી જગ્યામા છાપો મારીને દિલીપભાઇ ઉર્ફે દિપો વિઠ્ઠલભાઇ પટેલ (રહે.ભાનેર) , મુર્તુ બાબરાજ ભિરાસ કલ્લર (મદ્રાસી) રહે. મુળ પુલાવાઇ પટ્ટી તા.કાલોપુર તામિલનાડુ હાલ (રહે. કઠલાલ સાઇબાબા ટાવરવાળાની દુકાનમા), અજીતભાઇ સાજુભાઇ નાયર (કઠલાલ સંતરામ સોસાયટી મ.નં.૨૫),મહેશભાઇ રમણભાઇ રામી (રહે. ભાનેર) અને જાવેદભાઇ સત્તારભાઇ વ્હોરા (રહે. કઠલાલ મંગળીયાવાડ)નાઓને જુગાર રમતાં રંગેહાથે ઝડપી પાડ્યા હતા. જેમની અંગજડતીમાંથી ૫૬૨૦ તથા દાવ પરથી ૨૨૨૦ રૂપિયા મળી કુલ ૭૮૪૦ની રોકડ રકમ મળી આવતાં જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.

(6:21 pm IST)