ગુજરાત
News of Monday, 16th September 2019

સુરત-ગોથાણ રોડ પર બે ફૂટ કરતા મોટા ખાડા પડતા વાહન ચાલકોની હાલત કફોડી: અવર જવરમાં લોકોને મુશ્કેલી

સુરત: શહેરમાં કેન્દ્રની મોદી સરકાર મોટર વ્હીકલ એક્ટનો ભંગ કરનારા પાસે આકરો દંડ વસુલવા માટે ઉતાવળી બની છે પરંતુ રસ્તા પર દોડતાં વાહનો માટે સુવિધા ઉભી કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. સુરત શહેરના રસ્તાઓ પર ખાડાઓના કારણે વાહન ચાલકોની હાલત કફોડી થઈ રહી છે તો બીજી તરફ સુરત શહેરથી નેશનલ હાઈવે પર જતો ગોથાણ ઓવર બ્રિજના રસ્તા પર બે ફૂટ કરતાં ઉંડા ખાડા વાહન ચાલકો માટે જોખમી બની રહ્યાં છે. આ ખાડાઓના કારણે અકસ્માત થાય તેવી ભીતિ હંમેશા રહેલી છે.

અકસ્માત થતાં રોકવા અને નિર્દોષ માણસોના મોત ન થાય તે માટે મોટર વ્હીકલ એક્ટના કાયદાઓનો કડકાઈથી અમલ કરવા સાથે આકરા દંડની વાત ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૃપાણીએ કરી હતી. પરંતુ સુરતથી ગોથાણ, રંગોલી ચોકડી થઈ નેશનલ હાઈવે સુધીનો રોડ વાહન ચાલકો માટે યમદુત સાબિત થાય તેવો બની ગયો છે. સુરત સાયણ રોડથી ગોથાણ ઓવર બ્રિજ થઈ નેશનલ હાઈવેનો જોડતા રોડ પર બેથી અઢી ફૂટના ઉંડા અને ત્રણથી પાંચ ફૂટ પહોળા ખાડા પડી ગયાં છે.

(6:09 pm IST)