ગુજરાત
News of Monday, 16th September 2019

ગાંધીનગરના રાજમાર્ગો પર અકસ્માતની ઘટનામાં ભરખમ વધારો: ઘ-5 નજીક બાઇકે દસ વર્ષીય બાળકીને હડફેટે લેતા સારવાર દરમ્યાન મોત: બાઈક ચાલક વિરુદ્ધ ફરિયાદના આધારે ગુનો દાખલ

ગાંધીનગર: શહેરના રાજમાર્ગો ઉપર અકસ્માતની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે શહેરના ઘ-પ પાસે રસ્તો ઓળંગી રહેલી દસ વર્ષીય બાળકીને બુલેટ ચાલકે અડફેટે લેતાં તે બેભાન થઈ ગઈ હતી અને તેને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે સે-ર૧ પોલીસે જાણ કરાતાં પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.   

રાજયના પાટનગર ગાંધીનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે શહેરના ઘ-માર્ગ ઉપર રસ્તો ઓળંગી રહેલી દસ વર્ષીય બાળકીનું મોત થયું હતું. આ ઘટનાની મળતી વિગતો પ્રમાણે સે-૧૬માં નાની શોપીંગ સેન્ટર પાસે રહેતાં વિજયભાઈ બાબુભાઈ દંતાણી પરિવાર સાથે ઘ-પ પાસે બેસવા માટે ગયા હતા. 

(6:05 pm IST)