ગુજરાત
News of Monday, 16th September 2019

ગાંધીનગરના ખોરજમાં મકાનમાં ધમધમતા જુગારધામ પર પોલીસના દરોડા: 27 હજારના મુદામાલ સાથે 10 શકુનિઓની ધરપકડ

ગાંધીનગર: જિલ્લામાં શ્રાવણ મહિનો પતી ગયો છતાં હજુ પણ જુગારીઓ ઠેકઠેકાણે બોર્ડ બેસાડી રહયા છે ત્યારે શહેર નજીક આવેલા ખોરજ ગામના મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે અડાલજ પોલીસે દરોડો પાડી દસ જુગારીઓને ર૭ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા અને તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.   

જિલ્લામાં આમ તો શ્રાવણ મહિના દરમ્યાન જુગારની પ્રવૃતિ વધારે ફુલતી ફાલતી હોય છે પરંતુ શ્રાવણ મહિનો પતી ગયો છતાં હજુ પણ જુગારીઓ સક્રિય જ રહયા છે ત્યારે અડાલજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ખોરજ ગામના માતાવાળા વાસમાં રહેતાં રમેશજી સનાજી ઠાકોર પોતાના મકાનમાં તીનપત્તીનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે આ પોલીસ ટીમે મકાનમાં દરોડો પાડયો હતો.

(6:04 pm IST)