ગુજરાત
News of Monday, 16th September 2019

ગુજરાત યુવક બોર્ડ દ્વારા ૨,૬૮,૪૩૫ વૃક્ષારોપણ, કાલે મોદીના જન્મદિન નિમિતે કાર્ડ વિતરણ

રાજ્યના તમામ જિલ્લાઓ માટે સંકલ્પ નક્કીઃ ઉત્કૃષ્ટ કામગીરી : મા કાર્ડ ૩૮૮૪૬, આયુષ્માન કાર્ડ ૫૪૫૦૧, દેહદાન - અંગદાન માટે ૨૭૮૦૩ સંકલ્પનો લષ્યાંક

રાજકોટ તા.૧૬: ગુજરાત સરકારના રાજ્ય યુવક બોર્ડ દ્વારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી થઇ રહ્યુ છે યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગ તેમા માધ્યમ છે. જિલ્લાવાર દેહદાન, મા કાર્ડ, આયુષ્માન કાર્ડ વગેરના લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યા છે.

ઓગષ્ટ મહિનામાં ૪૦૧ મહાનુભાવોની પ્રતિમાઓનુ સાફ-સફાઇ કરવામાં આવી તથા દર મહિનાની પહેલી તારીખે સાફ - સફાઇ તથા સારસંભાળ લેવી તેવુ નક્કી કર્યુ. માન. મુખ્યમંત્રીશ્રીના જન્મદિન નિમિત્તે 'સંવેદના વન' કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ારજ્યમાં ૮૬૮ કાર્યક્રમોમાં ૨,૬૮,૪૩૫ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ. સદસ્યતા અભિયાન અંતર્ગત ૪૬૬,૪૩૨ના લક્ષ્યાંક સામે ૩,૬૨,૦૮૩ નવા સદસ્યો બનાવવામાં આવ્યા. ૨૦ ઓગષ્ટના રોજ ઝોન સંયોજકોની બેઠક યોજાઇ. ૨૭ ઓગષ્ટના રોજ જિલ્લા સંયોજકોની બેઠક યોજાઇ. ગુજરાત રાજ્યની પ્રર્વતમાન ભાજપા સરકારના ૩ વર્ષ પુર્ણ થવા નિમિત્તે
ટવિટર પર થ્રી ઈયર્સ 'સધ્ધી કી ઔર અગ્રેસર  ' ના ટ્રેંડને ટ્રેંડીૈગ કરવામાં આવ્યુ જેમા સમગ્ર ગુજરાતની આશરે ૩૦ હજાર ટવીટ અને જીઆરવાયબીના સંયોજકો દ્વારા ૨૧,૩૦૦ ટવીટ કરવામાં આવી.  કાલે તા. ૧૭ના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે 'મહર્ષિ દધિચિ અંગદાન-દેહદાન' સંકલ્પપત્ર તેમજ મા-કાર્ડ તેમજ આયુષ્માન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાશે. તેમાં નિયત કરેલ લક્ષ્યાંકો : મા કાર્ડ, આયુષ્માન કાર્ડ-૫૪૫૦૧, દેહદાન-અંગદાન સંકલ્પપત્ર-૨૭૮૦૩

'મા' કાર્ડ, આયુષ્યમાન કાર્ડ અને

સંકલ્પ પત્રના લક્ષ્યાંક અંગે

ગુજરાત યુવક બોર્ડના સંયોજકો દ્વારા રાજયના ૩૩ જિલ્લામાં માન.વડા પ્રધાનશ્રીના જન્મદિવસે (તા.૧૭-૯-ર૦૧૯) 'મા' કાર્ડ અને આયુષ્યમાન કાર્ડના વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવનાર છે.

સદર કાર્યક્રમ માટે ૩૩ જિલ્લાઓ દ્વારા 'મા' કાર્ડ, આયુષ્યમાન કાર્ડના લક્ષ્યાંક નકકી કરવામાં આવેલ છે. ઉપરાંત સંકલ્પ પત્રના લક્ષ્યાંક પણ જાહેર કરેલ છે. જેની જિલ્લાવાર વિગતો પત્રક સ્વરૂપે આ સાથે સામેલ રાખેલ છે.

આમ, ર૭,૮૦૩ સંકલ્પપત્રો, ૫૪,૫૦૧ આયુષ્યમાન કાર્ડ તથા ૩૮,૮૪૬,મા-કાર્ડ મળી કુલ ૯૩,૩૪૭ કાર્ડનો લક્ષ્યાંક નકકી કરેલ છે.

(4:13 pm IST)