ગુજરાત
News of Monday, 16th September 2019

તા.૨૨-૦૯-૨૦૧૯ રવિવારના રોજ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની પ્રેરણાથી SGVP ગુરૂકુલ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત રવિ સત્સંગ સભા યોજાશે

અમદાવાદ તા.૧૭ વચનામૃતતો ભગવાન શ્રી સ્વામિનારાયણની પરાવાણી છે. વચનામૃત ગ્રન્થ એ સહસ્ય ગ્રન્થ છે. તમામ શાસ્ત્રોનો સાર વચનામૃતમાં જોવા મળે છે. મનુષ્ય જન્મની સાર્થકતા શેમાં છે તેની સમજણ આપણને વચનામૃત આપે છે. વચનામૃતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે વેદ, ઉપનિષદ, બ્રહ્મસુત્રો, શ્રીમદ્ ભગવત્ ગીતા, શ્રી ભાગવત વગેરે ગ્રન્થોનું રહસ્ય સુંદર રીતે સમજાવ્યું છે.

    જ્યાં ભગવાન સ્વામિનારાયણે પોતાના હસ્તે શ્રી લક્ષ્મીનારાયણ દેવ અને પોતાનું સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ પધરાવેલ છે, તે તીર્થધામ વડતાલ ખાતે આગામી કાર્તિકી પૂર્ણિમા સમૈયા પ્રસંગે, પ.પુ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાની તડામાર તૈયારી થઇ રહી છે ત્યારે SGVP શ્રી સ્વામિનારાયણ ગુરૂુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ છારોડી ખાતે પૂજ્ય આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની પ્રેરણા, શાસ્ત્રી માધવપ્રિયદાજી સ્વામીના સાનિધ્યમાં, પુરાણી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી કુંડળધામ, કણભા ગુુરૂકુલના સ્વામી શ્રી સત્સંગભૂષણદાસજી, ધ્રાંગધ્રા ગુરૂકુલના શ્રી રામકૃષ્ણદાસજી સ્વામીના વક્તાપદે, પુરાણી સ્વામી શ્રી ભક્તિપ્રકાશદાસજી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, આગામી તા.૨૨-૦૯-૨૦૧૯ રવિવારના રોજ સાંજે પ થી ૭-૩૦ સુધી SGVP ગુુરૂકુલ ખાતે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત રવિ સત્સંગ સભાનું આયોજન કરવામાં આવેલ છે. તો ભાવિકો સમયસર પધારે તેમ પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની યાદીમાં જણાવાયું છે.

 

(2:34 pm IST)