ગુજરાત
News of Monday, 16th September 2019

Traffic Rules ભંગ કરવા અંગે બોલ્યા વાહનચાલકો, 'પહેલા ખાડા પૂરો પછી કહેજો'

અમદાવાદ, તા.૧૬:  કેન્દ્ર સરકારે મોટર વ્હિકલ એકટમાં સુધારો કરીને દેશભરમાં અમલી કર્યો છે. ગુજરાત સરકારે મોટામસ દંડમાં રાહત આપીને ટ્રાફિકના નવા નિયમોને આખરી ઓપ આપ્યો છે જેનો આજથી એટલે ૧૬ સપ્ટેમ્બરથી અમલ થવા જઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ રૂટિન પ્રમાણે જ કામગીરી કરશે. લોકોમાં ડર ઉભો થાય તેવી કોઇ જ કામગીરી કરવામાં નહીં આવે. ત્યારે ન્યૂઝ૧૮ ગુજરાતીએ સવારથી જ અમદાવાદીઓ સાથે આ નિયમ પાલન અંગે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે લોકો આ નિયમ અંગે શું માની રહ્યાં છે. ન્યૂઝ૧૮ ગુજરાતીએ સવારથી જ અમદાવાદીઓ સાથે ટ્રાફિક નિયમ પાલન અંગે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે લોકો આ અંગે શું માની રહ્યાં છે. લોકો સાથેની વાતમાં અનેક લોકોએ કહ્યું કે, પહેલા અમદાવાદનાં ખાડાવાળા રસ્તાઓ સરખા કરો પછી અમે પણ હેલ્મેટ પહેરી લઇશું. ત્યારે એક અન્ય વ્યકિતએ કહ્યું કે, આ ખાડાને કારણે મારી પીઠમાં દુખાવો થઇ જાય છે. આવી મારી એકલાની નહીં દ્યણાં બધાની સ્થિતિ છે. તો પહેલા આ ખાડાઓનું કંઇ કરો પછી અમને પકડો.લોકોને જયારે પૂછવામાં આવ્યું કે તમે હેલ્મેટ કેમ નથી પહેરી તો સામે જવાબ મળ્યો, મારી હેલ્મેટ તો ડેકીમાં જ છે. મોડું થયું એટલે ન પહેરી. બાકી બપોરે તો હું પહેરી જ દઇશ. સવાર છે એટલે અત્યારે ચાલશે.જયારે એક બહેન હેલ્મેટ પહેર્યા વગર પકડાઇ ગયા ત્યારે તેમણે જવાબ આપ્યો કે મારી દીકરીને દાખલ કરી છે. તો હું કયાં હેલ્મેટ પહેરવા રહું. તમને જો મારી પર વિશ્વાસ ન આવે તો મારી સાથે ચલો હું બતાવી દઉં.આ સાથે આજ સવારથી જ પીયુસી કઢાવવા માટે લાંબી લાઇન થઇ ગઇ હતી. સરકારે પીયુસી કઢાવવાની તારીખ લંબાઇ દીધી છે. એટલે લોકોમાં થોડો હાશકારો છે. લોકો સતર્ક રહીને પીયુસીની મુદતમાં જ કઢાવી લેવાય તેવું વિચારી રહ્યાં છે.જયારે એવા પણ લોકો મળ્યાં કે જેમણે હેલ્મેટ પહેર્યું હતું અને તેમની પાસે જરૂરી બધા જ દસ્તાવેજો પણ હતાં. આવા લોકોએ કહ્યું કે, સરકાર જે પણ નવા નિયમો લાવી છે તે માણસની સુરક્ષા માટે જ છે. અમે સરકારની સાથે જ છીએ અને તેમને સહકાર આપીશું.

(1:18 pm IST)