ગુજરાત
News of Monday, 16th September 2019

ગુજરાતના પનોતાપુત્ર પીએમ મોદીનું આજે રાત્રે આગમનઃ કાલે નર્મદા નીરના કરશે વધામણા

રાત્રે ૧૦ પછી અમદાવાદ એરપોર્ટ પર આગમનઃ રાત્રી રોકાણ રાજભવનમાં

નવી દિલ્હી, તા.૧૬: વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદી પોતાના જન્મ દિવસ ગુજરાતમાં મનાવવાના છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં બે દિવસીય (૧૬ અને ૧૭ સપ્ટેમ્બર) ગુજરાત પ્રવાસમાં આવી રહ્યાં છે. આ સાથે તેઓ જન્મ દિવસે સરદાર સરોવર ડેમની ઐતિહાસિક સપાટીનો ઉત્સવ 'નમામી દેવી નર્મદે'ની ઉજવણી કરીને નર્મદાનાં નીરનાં વધામણાં કરશે.

પીએમ મોદીનાં ગુજરાત પ્રવાસ મામલે મળતી માહિતી પ્રમાણે નરેન્દ્રભાઇ મોદી બે દિવસ ગુજરાત પ્રવાસમાં આજે રાતે ૧૦ વાગ્યા પછી અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. જયાં સીએમ વિજય રૂપાણી અને રાજયપાલ સહિત મંત્રીમંડળ દ્વારા તેમનું સ્વાગત કરાશે. ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં આવેલ રાજભવનમાં રાત્રિરોકાણ કરશે.

બીજા દિવસે એટલે પોતાના જન્મદિવસે ૧૭ સપ્ટેમ્બરે માતા હીરાબાનાં વહેલી સવારે આશીર્વાદ લેવા જશે. ત્યારબાદ સવારે ૭.૪૫ કેવડિયા હેલિપેડ પર આગમન થયા બાદ ૮ વાગ્યે કેવડિયા પહોંચશે અને પીએમ મોદી સરદાર સરોવર ડેમ પહોંચીને નર્મદા મૈયાનાં વધામણાં કરશે. સવારે ૯.૩૦થી વિવિધ વિકાસના પ્રોજેકટનું નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ ૯.૩૦દ્મક ૧૦ વાગ્યા સુધીમાં વિવિધ કાર્યક્રમો શરૂ થશે. ૧૧થી ૧૨ વાગ્યા સુધીમાં પબ્લિક મીટિંગ રાખવામાં આવી છે. બપોરે ૨ વાગ્યે ગાંધીનગર સચિવાલય ખાતે આવશે. પીએમ મોદી રાજભવન ખાતે આયોજિત વિશેષ બેઠકમાં હાજરી આપશે.

સમગ્ર ગુજરાતમાં નર્મદા નીર વધામણા-મહાઆરતી કાર્યક્રમો યોજાશે. આ નિમિત્ત્।ે રાજયમાં ૧૦૦૦થી વધુ સ્થળોએ સાધુ-સંતો, સમાજસેવી સંસ્થાઓ, શ્રેષ્ઠીઓ અને નાગરિકોની ભાગીદારીમાં મહાનગરો, નગરો તેમજ જિલ્લા અને તાલુકા મથકોએ લોકમાતા નર્મદા મૈયાની મહત્ત્।ા અને ગુણગાન કરતો આ મહોત્સવ ઉમંગ-ઉલ્લાસથી ઉજવાશે.

પીએમ મોદી આવવાનાં હોવાના કારણે કેવડિયા સહીતનો વિસ્તાર લ્ભ્ઞ્નાં હવાલે કરી દેવામાં આવ્યો છે. તમામ સ્થળો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ૧૭મી સપ્ટેમ્બરનાં રોજ નર્મદા ડેમનો હેલિકોપ્ટરમાંથી આકાશી નજારો નિહાળશે. બાદમાં નર્મદા બંધ પર નર્મદા મૈયાના શ્રીફળ અને ચૂંદડી અર્પણ કરી વધામણાં કરશે. તેમજ જનસભા પણ સંબોધશે.

પીએમનાં જન્મદિન નિમિત્ત્।ે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં 'સેવા સપ્તાહ'ની ઉજવણી કરવા જઈ રહી છે. આ સેવા સપ્તાહ અંર્તગ ૧૪થી ૨૦ સપ્ટેમ્બર દરમિયાન ભાજપે  સફાઇ ઝુંબેશ, પર્યાવરણ બચાવો અભિયાન, વૃક્ષારોપણ તથા મેડિકલ કેમ્પ જેવા સેવાકીય કાર્યક્રમો યોજશે.

નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ વર્ષ ૨૦૧૪થી ભાજપની સરકાર આવ્યાંનાં માત્ર ૧૭ જ દિવસમાં નર્મદા બંધ પર દરવાજા મુકવાની મંજૂરી આપી. ત્યાર બાદ ૨૦૧૫માં ૩૦ દરવાજા લાગાવવામાં આવ્યા હતા. જેને બંધ કરવાની મંજૂરી ૨૦૧૭માં મળી હતી. હાલ નર્મદા ડેમમાં પાણીની સપાટી ૧૩૮ મીટરને પાર થઇ છે.

(1:17 pm IST)