ગુજરાત
News of Monday, 16th September 2019

સુરત મારૂતિ વીર જવાન ટ્રસ્ટનો તૃતીય સન્માન સમારોહમાં 122 શહીદ જવાનોના પરિવારને 3,05 કરોડના ચેક અર્પણ

દેશના ૨૪ રાજ્ય ના શહીદ વીર જવાનો માટે દેશવાસીઓનો રોજનો એક રૂપિયો સેનિક નિધિમાં આપવા એક લાખ સંકલ્પ પત્રો

સુરત : ગુજરાત રાજ્યના મહામાહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી દેશના રક્ષા મંત્રી રાજનાથસિંહ  સહિત અનેકો મહાનુ ભવો સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણીઓની  ઉપસ્થિતિમાં પ્રત્યેક શહીદ પરિવારને ૨.૫૦૦૦૦ અઢી લાખના ચેક અર્પણ કરાયા દેશનું પ્રથમ રાજ્ય ગુજરાત છે જેમણે શહીદ પરિવાર માટે સહાનુભૂતિ દર્શાવી મારૂતિ વીર જવાન ટ્રસ્ટની અદભુત દુરંદેશી પ્રમુખ નાનુભાઈ સાવલિયા સહિત ટ્રસ્ટીઓએ વર્ષ ૨૦૧૭ માં શહીદ સેનિકના પરિવાર માટે પૂજ્ય મોરારીબાપુ ના વ્યાસાસને રાષ્ટ્ર કથા યોજી કરોડોનું સ્થાયી ફંડ ઉભું કરી તે એફ ડીના વ્યાજમાંથી કાયમી શહીદ પરિવારની સુરત પર સ્મિત રાખવા સુરત ખાતે આયોજન કર્યું તેના તૃતીય સન્માન સમારોહ દ્વારા ધોડદોડ રોડ પર આવેલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે તૃતીય સન્માન સમારોહ યોજી ૧૨૨ શહીદો ના પરિવાર ને ત્રણ કરોડ પાંચ લાખ ના ચેક વિતરણ સમારોહ માં મારૂતિ વીર જવાન ટ્રસ્ટ નું ઉત્તમોત્તમ આયોજન થયું છે

 હજારો ની હાજરી ગદગદિત કરતી ગરિમા સાથે શહીદો ને સલામ કરતા રાષ્ટ્ર પ્રેમીઓની દુરંદેશીથી પ્રભાવિત મહા માહિમ આચાર્ય દેવવ્રતજી રક્ષા મંત્રી રાજનાથસિંહ સહિત અનેકો રાજસ્વી અગ્રણી સમાજ સેવી સર્વ રાજ્યસભા સાંસદ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સુરત સાંસદ દર્શનાબેન જરદોષ મેયર ડો  જગદીશભાઈ પટેલ પદ્ય શ્રી મથુરભાઈ સવાણી લવજીભાઈ બાદશાહ ગોવિદ ભગત ધોળકિયા સવજીભાઈ ધોળકિયા માજી સાંસદ પાટીલ સહિત અનેકો મહાનુભવો ની વિશાળ ઉપસ્થિતિ માં દેશ ની સુરક્ષા માટે શહીદી ને વરેલ વિરલા ઓ ના પરિવાર ની આંતરિક સુરક્ષા સલામતી માટે ખેવના કરતી સંસ્થા મારૂતિ વીર જવાન ટ્રસ્ટ ની મારૂતિનંદન જેવી જ સેવા સમર્પણ સદભાવ થી ગદગદિત શહેર ભર ની સામાજિક સ્વૈચ્છિક અનેકો પરમાર્થ જીવદયા ના કાર્યો કરતી સંસ્થા ઓ ના સ્વંયમ સેવકો સતત સ્ટેન્ડ ટુ રહી તૃતીય શહીદ સન્માન સમારોહ માં સેવારત જોવા મળ્યા હતા

દેશ માટે શહીદ થયેલ ૧૨૨ વીર જવાનો ના પરિવાર નું પુરા અદબ સાથે આત્મીયતા થી સલામ કરતા સુરત વાસી ઓ ની સુંદર સુરત વર્ષ ૨૦૧૭ માં રાષ્ટ્ર કથા ના માધ્યમ થી એકત્રિત થયેલ સ્થાયી ફંડ ની ડિપોઝીટ ના વ્યાજ થી કાયમી શહીદ પરિવાર ના કલ્યાણ માટે વાપરવાનો માનવીય અભિગમ રાષ્ટ્ર કથા ખરા રૂપે જન જન ના હદય માં બેઠી મારૂતિ વીર જવાન ટ્રસ્ટની દુરંદેશી એ રાષ્ટ્ર પ્રેમની અદભુત જ્યોત પ્રગટાવી હતી

શહીદ વીર જવાનો ના પરિવાર પ્રત્યે દેશ ની કરુણા સ્ટેડિયમ માં હજારો શહેરીજનો એ વીર જવાનો ને પુરા અદબ થી અંજલિ આપી ભાવાત્મક દ્રશ્યો વચ્ચે ઓલ ઇન્ડિયા એન્ટીટેરિસ્ટ ફન્ટ અને રિટાયર્ડ મેજર ગદગદિત થયા હતા

(11:37 am IST)