ગુજરાત
News of Monday, 16th September 2019

પાકિસ્તાનની સેના માટે અમારા કચ્છની વીરાંગના બહેનો કાફી છે : વિજયભાઇ રૂપાણીનો રણટંકાર

પીઓકે ભારતનું છે અને હવે પ્રધાનમંત્રી તથા ગૃહમંત્રીના સક્ષમ નેતૃત્વ હેઠળ પીઓકે માટે કાર્યવાહી કરાશેઃવિજયભાઈ રૂપાણીએ વડોદરામાં ભારત એકતા રેલીનું પ્રસ્થાન કરાવ્યું

વડોદરા, તા.૧૬: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડોદરા નાગરિક અકિલા સમિતિ આયોજિત ભારત એકતા રેલીને પ્રસ્થાન કરાવ્યું હતુ તથા ૩૭૦ અને ૩૫-એ કલમો નાબૂદ કરીને અત્યંત સબળ નેતૃત્વ પૂરવાર કરનારા કનિદૈ લાકિઅ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહપ્રધાન અમિતભાઇ શાહને અભૂતપૂર્વ અકીલા જનસમર્થન આપવાની આગવી અને અનોખી પહેલ કરવા માટે વડોદરાના કનિદૈ લાકિઅ નગરજનોને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

તેમણે જણાવ્યું કે, સરદાર સાહેબે દેશને સ્વરાજ અપાવ્યું અને ગુજરાતના સપૂતો એવા નરેન્દ્રભાઇ મોદી કનિદૈ લાકિઅ તથા અમિતભાઇ શાહે ઘડીના છઠ્ઠા ભાગમાં ૩૭૦ તેમજ ૩૫-એ કલમ નાબૂદ કરી કન્યાકુમારીથી કાશ્મીર સુધી અખંડ ભારતનું સરદાર સાહેબનું સ્વપ્ન સાકાર કર્યુ કનિદૈ લાકિઅ છે. કાશ્મીર ભારતનું કિરીટ છે એમ જણાવ્યું હતું.

પાકિસ્તાન ત્રાસવાદને ઉત્તજેન આપવાનું બંધ કરે એનો મુકાબલો કરવા કચ્છની વીરાંગના બહેનો કનિદૈ લાકિઅ જ પૂરતી છે એવી લાગણી વ્યકત કરતા શ્રી રૂપાણીએ વધુમાં કહ્યુ કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન શેખી મારવાનું બંધ કરે અને પાકિસ્તાન ત્રાસવાદને કનિદૈ લાકિઅ ઉત્ત્।ેજન આપવાનું બંધ કરે ઇમરાન ખાન ભૂતકાળને યાદ કરે જયારે પાકિસ્તાનના ટૂકડા થયા અને કરાંચી પાકિસ્તાનના હાથમાંથી જતું માંડ બચ્યું બાંગ્લાદેશનું સર્જન થયું અને એક લાખ સૈનિકોને ભારતે બંદી બનાવ્યા એમાંથી બોધપાઠ લે. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીના સશકત નેતૃત્વ હેઠળ હવે ભારત પીઓકે માટે કાર્યવાહી કરવા સુસજ્જ છે, પીઓકે ભારતનું છે અને તેના માટે તૈયાર રહેવાની જરૂર છે.

મુખ્યમંત્રીએ, પૂર્વપ્રધાનમંત્રી સ્વ.અટલ બિહારી બાજપાઇજીની દેશ જમીન કા ટૂકડા નહિ જીતા જાગતા રાષ્ટ્રપુરૂષ હૈ એ પંકિતઓયાદ કરી જણાવ્યું કે, ૩૭૦ અને ૩૫-એ કલમને કારણે દેશ આઝાદ થયો ત્યારે એક કસર રહી ગઇ. સરદાર સાહેબે તમામ રજવાડાઓને એકત્ર કરી ભારતમાતાની તસ્વીર બનાવી પરંતુ કાશ્મીરની બાબત નહેરુ સંભાળતા હોવાથી ત્યાં બે બંધારણ, બે ધ્વજ અને બે પ્રધાનમંત્રી હોય તેવી વરવી પરિસ્થિતિનું સર્જન થયું હતુ, આ અલગ કાશ્મીરનો વાદ ખૂબ ખૂંચતો હતો જે પીડાનું નિવારણ ગુજરાતના બે સપૂતોએ હિંમતભેર કર્યુ છે તેનો દરેક નાગરિકને ગર્વ છે.

આ વડાપ્રધાન અને ગૃહમંત્રી કોઇનું સાંખી લેવા તૈયાર નથી અને ભારતના નાગરિકો ભારતના કલ્યાણ સુખ સમૃધ્ધિ માટે બલિદાન આપવા તૈયાર છે, તેવી વાત પણ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ કરી હતી. નવો ઇતિહાસ રચવા, સક્ષમ, સમૃધ્ધ અને મજબૂત ભારત માટે એક બનીએ નેક બનીએ. આઝાદીની લડત વખતે ડાય ફોર ધ નેશન ની ભાવના હતી અને હવે લીવ ફોર ધ નેશનને અનુસરીએ.

મુખ્યમંત્રીએ ૩૭૦ કલમની નાબૂદીના પ્રતિકરૂપે ૩૭૦ બલૂનને હવામાં તરતા મૂકયા હતા અને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતુ. તેમની સાથે ગુજરાત વિધાનસભા અધ્યક્ષશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, નર્મદા વિકાસ રાજયમંત્રી યોગેશભાઇ પટેલ, સાસંદ રંજનબેન ભટ્ટ, મેયર ડો. જીગીશાબેન શેઠ, વડોદરા નાગરિક સમિતિના અધ્યક્ષ સમરજીતસિંહ ગાયકવાડ, ધારાસભ્યઓ સહિતના મહાનુભાવો જોડાયા હતા.

આ રેલીનું નેતૃત્વ વડોદરાવાસી કાશ્મીરી પંડિતોના સંગઠન-કાશ્મીર સભા અને ગાયત્રી પરિવારે કર્યુ હતુ. મુખ્યમંત્રીએ વડોદરાવાસી કાશ્મીરીઓનું તેમજ સંતો અને ધર્મગુરૂઓનું ભાવભીનું અભિવાદન કર્યુ હતુ. આદિવાસી નૃત્યમંડળીઓ અને શહેરવ્યાપી ૧૫ જેટલા મંચો પરથી સાંસ્કૃત્ત્િ।ક કાર્યક્રમો, ભજનો, ગુરૂબાણી, મંત્રોચ્ચાર, યજ્ઞો દ્વારા રેલીને વધાવી લેવામાં આવી હતી. મુસ્લિમ-સિંધી વેપારીમંડળોએ રેલીને આવકારી હતી અને મુસ્લિમ સહિત વિવિધ ધર્મ-સંપ્રદાયના ધર્મગુરૂઓએ પ્રાર્થનાઓ દ્વારા શુભકામનાઓ પાઠવી હતી. રેલીના સમાપન સ્થળે ૩૭૦ ફૂટ લંબાઇ ધરાવતા સિગ્નેચર બોર્ડ પર મુખ્યમંત્રી વિજયભાઇ, મહાનુભાવો અને વડોદરાના નગરજનોએ પોતાના હસ્તાક્ષર કરીને પ્રધાનમંત્રી તેમજ ગૃહમંત્રીને તેમના રાષ્ટ્રવાદી નેતૃત્વને અનોખું સમર્થન આપ્યું હતુ.

શાબ્દિક સ્વાગત કરતા વડોદરા નાગરિક સમિતિના અધ્યક્ષ સમરજીતસિંહ ગાયકવાડે કહ્યું કે, પ્રધાનમંત્રી તેમજ ગૃહમંત્રીએ તેમની લીડરશીપ બતાવી કાશ્મીરને ભારતો અગત્યનો હિસ્સો બનાવ્યો છે. તેમના આ નિર્ણયને સમર્થન આપવા વડોદરા નાગરિક સમિતિએ આ આયોજન કર્યુ છે. હું વડોદરાવાસીઓના રાષ્ટ્રપ્રેમ અને જોશને બિરદાવું છું.

એનસીસી કેડેટ્સ તેમજ એમ.એસ. યુનિવર્સિટી, જીએસએફસી યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી, બાબરીયા યુનિવર્સિટી, નવરચના યુનિવર્સિટી, સિગ્મા સહિતની વિવિધ શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, જુદી-જદી ધાર્મિક સંસ્થાઓ, વેપાર-ઉદ્યોગ મંડળો, જ્ઞાતિ અને અન્ય સંગઠનો, મંડળોએ આ રેલીમાં જોશ અને ઉમંગભેર ભાગ લીધો હતો.

(10:26 am IST)