News of Thursday, 16th August 2018
વલસાડથી અમદાવાદ વચ્ચે હાઈવે ઉપર લૂંટ ચલાવતી ડફેર ગેંગ ઝડપાઇ :ચાર આરોપીઓ પકડાયા
કરજણ પોલીસ અને એસ.ઓ.જીએ છ મોબાઈલ અને રોકડ સહીત 1,58 લાખનો મુદ્દમાલ કર્યો જપ્ત
વલસાડથી અમદાવાદ વચ્ચે હાઈવે ઉપર લૂંટ ચલાવતી ગેંગ પોલીસનાં હાથે ઝડપાઈ ગઈ છે. આ ડફેર ગેંગના સભ્યો કારમાં ફરતા અને એકલા જણાતા ડ્રાયવરોને માર મારી લૂંટ ચલાવતા હોવાનો પોલીસે ઘટસ્ફોટ કર્યો છે. કરજણ પોલીસ અને એસઓજીએ કુલ 4 શખ્સોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કરજણ પોલીસ અને એસ.ઓ.જીએ વાહન ચેકીંગ દરમિયાન ઈકો કારમાંથી અમદાવાદથી વલસાડ સુધી વાહનના ડ્રાઈવરોને માર મારી લૂંટ ચલાવતી ડફેર ગેંગનાં 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી 6 મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 1,58,460 નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. આ ગેંગ ગત તારીખ 11 ઓગસ્ટના રોજ પાલેજ – કરજણ વચ્ચે આવેલા દેથાણ ગામ પાસે ટ્રક ચાલકને મારમારી લૂંટના ગુનામાં સંડોવાયા હોવાની પણ આશંકા છે.
(8:55 pm IST)