ગુજરાત
News of Wednesday, 15th August 2018

બાવળાના શિયાળ ગામે જૂથ અથડામણ :બાઈક હટાવવા બાબતે બબાલ :એક યુવાનને ઇજા :પોલીસ કાફલો દોડ્યો

અમદાવાદના બાવળાના શિયાળ ગામે જૂથ અથડામણ થઇ હતી. પાણી પકોડીની લારીએથી બાઇક હટાવવા બાબતે બબાલ થતા એક શખ્સને માથાના ભાગે ઇજા થઇ હતી

   ઇજાગ્રસ્તને સારવાર માટે બગોદરા આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવ્યો હતો. શિયાળ ગામે બગોદરા-બાવળાની પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

  .ધોળકા સી.પી.આઈ પણ ઘટનાની જાણ થતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

(12:24 am IST)