News of Friday, 16th July 2021
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી : અમદાવાદમાં વરસાદી ઝાપટા પડશે
ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા : કચ્છમાં સામાન્ય વરસાદ પડશે
અમદાવાદ : રાજ્યમાં બે દિવસ વરસાદી માહોલ જામશે. રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદ પડશે.
જોકે અમદાવાદીઓએ ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. અમદાવાદમાં વરસાદી ઝાપટા પડશે. બીજીતરફ ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કચ્છમાં સામાન્ય વરસાદ પડશે. વરસાદની આગાહીને લઇને બે દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
(11:20 pm IST)